fbpx
ગુજરાત

વડોદરાના VNF ગરબા મેદાનમાં અદભુત ડ્રોન શો, ખેલૈયાઓએ સુંદર પળોને કેમેરામાં કેદ કરી

નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ વડોદરાના ખેલૈયાઓનો જોશ હાય જોવા મળી રહ્યો છે. આવામાં ગરબા આયોજકો દ્વારા પણ ખેલૈયાઓ માટે સુવિધા તો કરવામાં આવી જ છે પરંતુ સાથો સાથ અદભુત આકર્ષણ જમાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આયોજકો દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત નવરાત્રીના ગરબામાં ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.ગઈકાલે નવરાત્રીના આઠમા નોરતે વીએનએફ ગરબા મેદાન ખાતે આકાશમાં 250 જેટલા ડ્રોનથી ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. જેને 40,000થી પણ વધુ લોકો દ્વારા ગરબા મેદાનમાં નિહાળ્યો હતો. તો આ સાથે સન્માનિય ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા વીએનએફ ગરબા મેદાન ખાતે ખેલૈયાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાના નિધનના સમાચાર મળતા મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts