નવલા નોરતાના આઠમના દિવસે ઠેર ઠેર માતાજીના મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ આજે આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. મોડી રાતથી જ માઈ ભક્તો પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા. આજે સવારે મંદિરના કપાટ ખુલતા આજે માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.આજે નવરાત્રીના સૌથી મહત્વના એવા આઠમનો દિવસ હોય એક લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતાં. ભક્તોએ લાઈન લગાવી શાંતિપૂર્વક માતાજીના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો. પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માં મહાકાળી માતાજીના દર્શનનો આજે વિશેષ મહિમા રહેલો છે. જેથી દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.વહેલી સવારે 4:00 વાગ્યાથી જ મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા. આજે આઠમ નિમિત્તે મંદિર પરિસરમાં આજે હવન કુંડ બનાવી હવન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રશાસન, પોલીસ વીભાગ તેમજ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગઈ કાલ રાતે જ પાવાગઢ ડુંગર પર માઈ ભક્તો રાત વાતો કરી સવારે મંદિરના કપાટ ખૂલતા દર્શન માટે લાઈનમાં લાગી ગયા હતા. આજે સમગ્ર પાવાગઢ ડુંગર તળેટી જય મહાકાળીના જય ઘોષથી ગુંજી ઉઠયુ હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આઠમ નિમિત્તે હવન, હૈયે હૈયુ દળાય તેટલી ભીડ ઊમટી

Recent Comments