fbpx
રાષ્ટ્રીય

ભારત બ્લુ લાઇન પર બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે

મધ્ય પૂર્વ બળી રહ્યું છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરવાની યોજના બનાવી છે. આનો સીધો અર્થ એ છે કે મધ્ય પૂર્વની હવામાં વધુ ગનપાઉડર ભળી જશે. ભારત આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. બ્લુ લાઇન પર બગડતી સુરક્ષા સ્થિતિ અંગે ચિંતિત. દરેક વ્યક્તિએ યુએનની અખંડિતતાનું સન્માન કરવું જાેઈએ. યુએન શાંતિ રક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ યોગ્ય પગલાં લેવા જાેઈએ.

‘બ્લુ લાઇન’ લેબનોનને ઇઝરાયેલ અને ગોલાન હાઇટ્‌સથી અલગ કરે છે. આ પહેલા પીએમ મોદીએ ૧૯મી ઈસ્ટ એશિયા સમિટમાં કહ્યું હતું કે સમસ્યાઓનો ઉકેલ યુદ્ધના મેદાનથી ન આવી શકે. પીએમએ કહ્યું કે વિશ્વના ઘણા દેશોમાં ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ નકારાત્મક અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી રહી છે. યુરેશિયા અને પશ્ચિમ એશિયામાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થવી જાેઈએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સમગ્ર હિંદ-પ્રશાંત ક્ષેત્રના હિતમાં છે. અમે માનીએ છીએ કે દરિયાઈ પ્રવૃત્તિઓ ેંદ્ગઝ્રન્ર્ંજી હેઠળ હોવી જાેઈએ. નેવિગેશન અને એરસ્પેસની સ્વતંત્રતા પણ મહત્વપૂર્ણ છે. આ માટે મજબૂત અને અસરકારક આચારસંહિતા બનાવવી જાેઈએ. પ્રાદેશિક દેશોની વિદેશ નીતિ પર અંકુશ ન મૂકવો જાેઈએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી વિચારસરણી વિકાસવાદી હોવી જાેઈએ અને વિસ્તરણવાદી નહીં. હું બુદ્ધની ભૂમિમાંથી આવ્યો છું. મેં વારંવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી.

યુદ્ધના મેદાનમાં સમસ્યાઓ ઉકેલી શકાતી નથી. પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવું જાેઈએ. આપણે સંવાદ અને કૂટનીતિ પર ભાર મૂકવો જાેઈએ. પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વબંધુની જવાબદારી નિભાવીને આ દિશામાં યોગદાન આપતું રહેશે. આતંકવાદ એ વિશ્વ માટે ગંભીર પડકાર છે. આનો સામનો કરવા માટે આપણે સાથે આવવું પડશે અને સાથે મળીને કામ કરવું પડશે. આપણે સાયબર, મેરીટાઇમ અને સ્પેસના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવો પડશે.

Follow Me:

Related Posts