મોરબીમાં અમુક લોકોએ એક યુવાનનું અપહરણ કરી તેની હત્યા કરાઈ
મોરબીમાં યુવાનનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. બેલા ગામ નજીક યુવાનની હત્યા કરવામાં આવી છે. આઠ શખ્સોએ તેને લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. મોરબીમાં યુવાનનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. બેલા ગામ નજીક યુવાનની હત્યા કરવામાં આવી છે. આઠ શખ્સોએ તેને લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. જૂની અદાવતના લીધે યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું કુટુંબે જણાવ્યું હતું. લાકડી પથ્થર વડે માર મારતા ઇજાગ્રસ્ત મૃતક રવિને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રવિ પરસોત્તમ માનેવાડિયા નું ત્રાજપર વિસ્તારમાંથી સાતથી આઠ શખ્સો અપહરણ કરીને લઈ ગયા હતા.રવિ નામના યુવાનને તમામ શખ્સોએ બેફામ માર માર્યો હતો. અપહરણ કરીને લઈ જવામાં આવેલા યુવાનને તેઓએ ગોંધી રાખ્યો હતો. મૃતકના કુટુંબીજનોએ જૂની અદાવતના લીધે હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. આ પહેલા બનેલી ઘટનામાં મોરબીમાં હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં પતિ પત્નીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહ સાથે ૪૫૦ કિ.મી. અંતર કાપી વતન પંહોચ્યો. મૃતકના દિકરાએ આ મામલે ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. મોરબીના ખાનગપર ગામની આ ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે આરોપની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીની હત્યા કરનાર રેમલાભાઈ નાયકા મૂળ છોટા ઉદેપુરના વતની છે. મોરબીમાં પત્ની જીનકીબેન સાથે ખેતમજૂરી કરી પરીવારનું ગુજરાન ચાલવે છે. પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે વિવાદ થતા રેમલાભાઈ ઉશ્કેરાઈ ગયા અને પત્ની જીનકી બેન પર ઘરમાં પડેલ દાતરડાથી હુમલો કર્યો. જીનકી બેનના ગળા અને માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ પામ્યા. પત્નીની હત્યા કર્યા બાદ રેમલાભાઈ કારમાં પત્નીનો મૃતદેહ લઈ ૪૫૦ કિ.મી.નું અંતર કાપી છોટાઉદેપુર પોતાના વતન પંહોચ્યા. મોરબીથી પોતાના વતન છોટાઉદેપુર પંહોચ્યા બાદ મૃતકના પરિવારજનોની દિકરીની હત્યાની જાણ થઈ. જીનકીબેનના પરીવારે સ્થાનિક પોલીસનો સંપર્ક કરી જમાઈ રેમલા નાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમજ રેમલના નાયકના પુત્ર હસમુખભાઈએ ઝીરો નંબરથી પોલીસને ફરિયાદ કરી. જેની મોરબી પોલીસને જાણ કરવામાં આવી. તેના બાદ છોટાઉદેપુર પોલીસે આરોપીનો કબ્જાે મોરબી પોલીસને સોંપી દેતા ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Recent Comments