ગાંધીનગરનાં પોર ગામમાં અમુક લોકોએ ઘરમાં ઘૂસીને પાડોશી યુવાને સગીરાની છેડતી કરી
ગાંધીનગર નજીક આવેલા પોર ગામમાં ૧૭ વર્ષીય સગીરાની પડોશી દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે. ઘરમાં ઘૂસીને સગીરા ઉપર અડપલા શરૃ કરનાર નરાધમ પાડોશી યુવાનને અટકાવવા ગયેલી સગીરાની માતાને પણ ધોકાથી માર માર્યો હતો. સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે પોકસોનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી સઘન તપાસ શરૃ કરી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગાંધીનગર શહેર નજીક આવેલા પોર ગામમાં સગીરાની છેડતીની ઘટના બનવા પામી હતી.
જે તેના ઘરે કામ કરી રહી હતી તે સમયે પાડોશમાં રહેતો યુવાન પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણી સાથે દુષ્કૃત્ય આચરવાના ઇરાદા સાથે પાછળથી પકડીને છેડતી કરી હતી. જેના પગલે સગીરા દ્વારા બૂમાબૂમ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન જ સગીરાની માતા અચાનક ઘરે આવી ગઈ હતી અને યુવાનને કહ્યું હતું કે મારી દીકરીને કેમ હેરાન કરે છે. જેના પગલે આ યુવાન ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં પડેલી લાકડી વડે સગીરાની માતાને લાકડીથી માર માર્યો હતો. જેના પગલે તેણીએ અડાલજ પોલીસને બોલાવી લીધી હતી અને પોલીસ દ્વારા આ યુવાનની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ સગીરાની માતાની ફરિયાદના આધારે પોકસો સહિતની કલમો હેઠળ આ યુવાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Recent Comments