ભાવનગરમાં ‘વિકાસ સપ્તાહ’અંતર્ગત વિવિધ સ્થળોએ ‘પશુ સારવાર અને નિદાન કેમ્પ’યોજાયાં
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભાવનગરના નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.કે.એચ.બારૈયાના માર્ગદર્શન હેઠળ આજે ભાવનગરના વિવિધ સ્થળોએ ‘પશુ સારવાર અને નિદાન કેમ્પ’યોજાયાં હતા.
જેમાં ભાવનગરના કોળીયાક ખાતે ૪૩ પશુ પાલકોના ૧,૦૮૩પશુઓને, ઘોઘાના મોરચંદ ખાતે ૩૩ પશુ પાલકોના ૬૬૩ પશુઓને, તળાજાના સથરા ખાતે ૪૪ પશુ પાલકોના ૮૯૧ પશુઓને, મહુવાના મોટાખુંટવડા ખાતે ૩૭ પશુ પાલકોના ૮૬૦ પશુઓને, પાલીતાણાના જાળીયામા ૪૬ પશુ પાલકોના ૪૧૪ પશુઓને, ગારીયાઘરના માંગુકા ખાતે ૩૯ પશુ પાલકોના ૫૦૨ પશુઓને, ઉમરાળાના રતનપર ખાતે ૨૪ પશુ પાલકોના ૪૬૨ પશુઓને અને વલ્લભીપુરના મોટી ધરાઇ ખાતે ૩૯ પશુ પાલકોના ૩૬૭ પશુઓ સહિત કુલ ૩૦૫ પશુપાલકોના ૫,૨૪૨ પશુઓને વિવિધ રોગોનું નિદાન થતા નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી
Recent Comments