‘વિકાસ સપ્તાહ’અંતર્ગત ભાવનગરના શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ‘સાંસ્કૃતિક કાર્યક્રમ’યોજાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી અન્વયે સમી સાંજે શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ‘સાંસ્કૃતિક કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાવનગરની કલાપર્ણ સંસ્થાએ ગણેશ સ્તુતી અને મોરબની થનગાટ કરે ગીત રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. આ ઉપરાંત જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટે ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મૂલ્યો આધારિત પ્રાચીન ગરબા રજૂ કરવાની સાથે લોક ગાયક શ્રી અનિલભાઇ વંકાણી તેમજ શ્રી શ્યામજીભાઇ મકવાણા અને લોક ગાયિકા વિશ્વાબેન કુંચાલાની ટીમના કલાકારોએ લોકગીતોની રમજટ બોલાવી હતી.વિકાસ સપ્તાહ ઉજવણીના સમારોહમાં કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએે જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાત રાજ્યની વિકાસની ગતિ દિન-પ્રતિદિન પુરપાટ ઝડપે આગળ વધી રહી છે. તેમના નેતૃત્વમાં આપણું ગુજરાત આજે સમગ્ર ભારતવર્ષમાં વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આપણે ગુજરાત વાસીઓ તો નસીબદાર કહેવાઈએ કે આપણને એક સબળ અને સફળ નેતૃત્વના પર્યાય એવા નરેન્દ્રભાઈના માર્ગદર્શનનો સીધો લાભ મળી રહ્યો છે.રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાત વિવિધ ક્ષેત્રમાં વિકાસના આયામો સર કરી રહ્યું છે તેમ જણાવી તેમણે વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમમા સહભાગી બનવા બદલ ભાવનગરના કલાવૃદોને અભિનંદન પાઠવ્યા હતાં.આ પ્રસંગે મેયરશ્રી ભરતભાઇ બારડે કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.પ્રારંભમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે સૌનું સ્વાગત કર્યુ હતું.કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી સુજીત કુમાર, જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી,શ્રી કુશલભાઈ દીક્ષિત, શ્રી પ્રકાશભાઈ રાઠોડ,ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ તેમજ જિલ્લાના કલા રસીકો ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments