fbpx
ગુજરાત

ગાંધીનગરમાં આવેલી GNLUઅનેPDEUને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ઇ-મેઇલ પર ધમકી મળી

ગાંધીનગરના નોલજ હબમાં આવેલી વિખ્યાત યુનિવર્સીટીઓ જીએનએલયુ અને પીડીઇયુમાં બોમ્બ મુકવામાં આવ્યાની ધમકી આપતો ઇ-મેઇલ ફરીવાર મળતાં ગાંધીનગર પોલીસ હરકરતમાં આવી ગઇ છે. પોલીસે બોમ્બ સ્કવોડ સાથે બન્ને શૈક્ષણિક સંસ્થાઓમાં ધામા નાખ્યાં હોસ્ટેલ બિલ્ડીંગ સહિત આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પરંતુ કોઇ અનિચ્છનીય પદાર્થ મળ્યો ન હતો. દરમિયાન તપાસની કડીઓને જાેડતું પગેરૃ મળવાના પગલે પોલીસની એક ટુકડીને રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. રાયસણ પાસેના ઇન્સ્ટિટયુશનલ ઝોનમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી અને પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સીટીના મેઇલ એડ્રેસ પર અજાણ્યા વ્યકિત અથવા વ્યક્તિઓ દ્વારા બોમ્બની ધમકી આપતા ઇ-મેઇલ મળ્યા હતાં.

જેના પગલે હરકતમાં આવેલી પોલીસે યુનિવર્સીટીના કેમ્પસ ઉપરાંત આસપાસના વિસ્તાર ફીંદી નાંખ્યા હતાં. પરંતુ વાત આટલેથી નહીં અટકતાં સોમવારે ફરીવાર ધમકીના મેઇલ આવ્યા હતાં. તેમાં વિદ્યાર્થીઓ સહિતનાજીવન બચાવવા માટે કેમ્પસ ખાલી કરી નાંખવા જણાવવામાં આવ્યુ હતું. આ મુદ્દે જીએનએલયુના રજીસ્ટ્રાર ડો.જગદિશચંદ્ર ગંગાધરિયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસને વેગવંતી કરવામાં આવી છે. નોંધવું રહેશે કે રવિવારે પ્રથમવાર ધમકી મળી ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં

અને સૌપ્રથમ વિદ્યાર્થીઓ ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા યુવાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા બાદ જમીની તપાસ શરૃ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ કે યુનિવર્સીટી સંચાલકોનાં જ નહીં પરંતુ પોલીસ અને રાજ્ય સરકારના જીવ અદ્ધર કરી દેનારી યુનિવર્સીટી કેમ્પસમાં બોમ્બ મુકીને જીંદગીઓ ખતમ કરી નાંખવાની ધમકીની વાત જાે માત્ર ટીખ્ખળ ખાતર કરવામાં આવી હશે તો પણ ધમકી આપનારાઓને તે ભારે પડી જવાની છે. સુત્રોએ જણાવ્યું કે ઇન્ફર્ર્‌મેેશન ટેકનોલોજીના ઉપયોગમાં પોલીસ અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પણ મહારથ ધરાવતા હોવાથી આજે નહીં તો કાલે ધમકી આપનારા કાયદાની હિરાસતમાં આવી જશે

અને તેમાંથી છુટવાનું સરળ રહેશે નહીં. ઓનલાઇન ધમકી આપનાર દ્વારા રટ્ઠજિરૈંંટ્ઠટ્ઠઙ્મૈહ્વટ્ઠટ્ઠહટ્ઠઙ્મઙ્મટ્ઠરજ્રદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ અને ટ્ઠર્હહઅર્દ્બેજીદ્બટ્ઠૈઙ્મ.દ્બી નામના આઇડી પરથી મોકલવામાં આવેલા મેઇલમાં જણાવવામાં આવ્યુ હતું, કે ગત રાત્રે તમને જાેવાની મજા આવી હતી. તમારે જીંદગી બચાવવી હોય તો કેમ્પસ ખાલી કરજાે. રવિવારે તમને બોમ્બની બેગ મળી નથી તે તમને પહોંચાડીશું. હેન્ડ ગ્રેનેડ અને સ્નાઇપર ગન સાથે મારા માણસો કેમ્પસની બહાર ગુપ્ત જગ્યાએ છે અને મારા ઇશારા માત્રથી તમારી જીદગીઓનો અંત આવી જશે. કેમ્પસની બહાર રહેલા વિદ્યાર્થીઓ ક્યાં છે, તેની પણ મને જાણ છે. અંતમાં લખ્યું છે, કે અલ્લાહ હુ અકબર, મેં અલ્લાહ બ્લેસ યોર સૌલ્સ, ચોપઓફ ધ હેડ ઓફ નોન બિલિવર્સ.

Follow Me:

Related Posts