જાફરાબાદ તાલુકાના દરિયાઈ કાંઠાના ગામડાના ખેડૂતોને વધુ વરસાદ ને લીધે પારાવાર નુકસાન થયું છે ત્યારેલીલો દુષ્કાળ જાહેર કરી સરકાર સહાય આપે : ટીકુભાઈ વરૂ
તાજેતરમાં જાફરાબાદ તાલુકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધુ વરસાદ પડવાને કારણે જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પહોંચી અને સડતર દરિયાઈ વાળી જમીન હોય જેને લીધે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોનો પાક સડી રહ્યો છે અને મગફળી સોયાબીન કપાસ તલ અડદ પલ્લી સડી રહ્યા હોય ત્યારે ખેડૂતોએ કરેલી આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારના કૃષિ મંત્રીને અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને જાફરાબાદ તાલુકામાં તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરૂ એ માંગ કરી છે
Recent Comments