fbpx
અમરેલી

રાજુલા તાલુકાના ભાક્ષી-૧, હિંડોરણા-૨ પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, કુકની આવશ્યકતાઃ તા.૩૦ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ભાક્ષી-૧, હિંડોરણા-૨ (મીરાદાતાર) પ્રાથમિક શાળા  મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, કુકની આવશ્યકતા હોય પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તા.૩૦ ઓક્ટોબર,૨૦૨૪ સુધીમાં અરજી કરવી. જાહેરનામાની તારીખે ઉમેદવારોની ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની ઉંમર હોવી જોઈએ. જરુરી નમૂનાનું અરજીપત્રક રાજુલા તાલુકા મામલતદાર કચેરી અથવા જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી અમરેલી ખાતેથી મેળવી લેવું. પત્રકમાં જરુરી વિગતો ભરીને તે તા.૩૦ ઓક્ટોબર,૨૦૨૪ બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજુલા તાલુકા મામલતદાર કચેરી ટપાલ શાખાને પહોંચાડવું. અરજી, લાયકાત, વય મર્યાદા અને સરકાર દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ મુલાકાત માટે બોલાવવામાં આવશે. સ્થાનિક રહેવાસી તથા મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી મળશે. સરકારના નિયમ અનુસાર માનદ વેતન મળવાપાત્ર રહેશે. વિશેષ માહિતી અને વિગતો માટે રાજુલા તાલુકા મામલતદાર કચેરી, પી.એમ.પોષણ શાખાનો સંપર્ક કરવો તેમ રાજુલા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts