fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં ભુરખીયા હનુમાન મંદિર ખાતે સોલાર સિસ્ટમ માટે મંજૂરી આપવામાં આવી અને બાકી રહેલ કામગીરી બાબતે જરુરી સૂચનાઓ આપવામાં આવી. નાના માચીયાળા ખાતે પૂ.સંત શ્રી ભોળીઆઈની જગ્યામાં વિકાસકાર્યો, મોટા આંકડીયામાં આવેલા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું, શ્રી ભોજાબાપાના જન્મસ્થળનો વિકાસ, રાજુલા ખાતે ધાતરવડી-૧ ડેમ નજીક ધારેશ્વરમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસે તે માટેના વિકાસ કાર્યો, રાજુલાના કુંભનાથ-સુખનાથ મહાદેવ મંદિરને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી દહિયાએ સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.

ગુજરાતના પ્રસિદ્ધ કવિ શ્રી દુલાભાયા કાગના જન્મ સ્થળ એવાં મજાદર ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં પ્રવાસન સ્થળોનો સુનિયોજિત રીતે વિકાસ થાય ઉપરાંત પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ વિકસિત થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર શ્રી દહિયાએ પ્રવાસન સ્થળો પર વિવિધ સુવિધાઓ વિકસિત કરવા દિશાનિર્દેશ આપ્યા હતા.જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠકમાં ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે.જે.જાડેજા, પ્રાંત અધિકારી શ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts