રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારીઓ/કર્મચારીઓ 20મી ઓક્ટોબરના રોજ ઇન્ફોર્મેશન ક્રિકેટ કપ 2024માં ભાગ લેશે. માહિતી ખાતાના 6 ઝોનની ટીમો વચ્ચે SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, છારોડી ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે.અમદાવાદ રોયલ્સ, ગાંધીનગર કેપિટલ્સ, ગાંધીનગર ટાઇટન્સ, રાજકોટ કિંગ્સ, સુરત સુપર કિંગ્સ, વડોદરા વોરિયર્સ સહિતની માહિતી ખાતાના તમામ ઝોનની કુલ 6 ટીમ વચ્ચે ઇન્ફર્મેશન ક્રિકેટ કપ 2024 યોજાશે.ઇન્ફર્મેશન ક્રિકેટ કપ 2024 અંતર્ગત રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને સરકારની નીતિ નિર્ણયો તથા કામગીરીનો પ્રચાર પ્રસાર કરતાં માહિતી ખાતાના કર્મચારીઓ ક્રિકેટના મેદાન પર પોતાનું કૌવત બતાવશે.તમામ છ ઝોનની ટીમોના કપ્તાન સહિત તમામ ખેલાડીઓ ક્રિકેટના મેદાનમાં મજબૂત પ્રદર્શન કરીને માહિતી ખાતાના અલ્ટીમેટ સ્પોર્ટ્સ વિનર બનવા ઉત્સુક છે.
SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, છારોડી ખાતે યોજાશે ઇન્ફર્મેશન ક્રિકેટ કપ 2024



















Recent Comments