fbpx
ગુજરાત

વડોદરામાં સરકારી સહાય અપાવવાના બહાને એક વૃદ્ધનાં સોનાના દાગીના પડાવી લીધા

નવાબજાર વિસ્તારમાં રહેતી વૃદ્ધાને સરકારી સહાય આપવાનું કહી રિક્ષામાં બેસાડી સોનાની બે તોલા વજનની બંગડીઓ પડાવી લેનાર મહિલા સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.નવાબજાર વોર્ડ ઓફિસ નજીક રહેતા ૬૫ વર્ષના કાંતાબેન અજમેરી ગઇકાલે બપોરે ડાયાબિટીસ અને બીપીની દવા લેવા માટે જમનાબાઇ હોસ્પિટલમાં ચકાસણી માટે ગયા હતા. ડોક્ટરને બતાવી તેઓ ઘરે પરત આવવા માટે રિક્ષામાં બેસતા હતા. તે દરમિયાન એક ઠગ મહિલા તેઓને મળી હતી. આ ઠગ મહિલાએ દર મહિને ૩,૫૦૦ રૃપિયા સરકાર તરફથી સહાય મળતી હોવાનું જણાવી તેની સાથે રિક્ષામાં બેસાડીને વૃદ્ધાને સોમા તળાવ ગઇ હતી.

અંદાજે ૩૫ વર્ષની ઠગ મહિલાએ મોબાઇલ ફોનમાં ફોર્મ ભરી આપી ૩,૫૦૦ રૃપિયા આપ્યા હતા. ત્યારબાદ ઠગ મહિલા ફોટા પડાવવાના બહાને વૃદ્ધાને નજીકમાં આવેલા સાગર સ્ટુડિયોમાં લઇ ગઇ હતી. ત્યાં જતા પહેલા ઠગ મહિલાએ વૃદ્ધાની સોનાની બે બંગડીઓ બે તોલા વજનની પર્સમાં મૂકાવી દીધી હતી. ફોટા પડાવવાના રૃપિયા ચૂકવવા માટે ઠગ મહિલાએ ૫૦૦ રૃપિયાની નોટ કાઢી હતી. સ્ટુડિયોવાળાએ છૂટ્ટા પૈસા આપવાનું કહેતા ઠગ મહિલા છૂટ્ટા લેવાના બહાને નીચે ઉતરી હતી. વધારે સમય થવા છતાંય તે મહિલા પરત નહીં આવતા તેઓએ તપાસ કરી તો ઠગ મહિલા ૭૦ હજારની બે બંગડીઓ અને રોકડા ૩,૯૦૦ મળીનં કુલ ૭૩,૯૦૦ રૃપિયાની મતા લઇને ફરાર થઇ ગઇ હતી. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts