fbpx
રાષ્ટ્રીય

બગડતા સંબંધો વચ્ચે કેનેડાના વિદેશ મંત્રીનું નિવેદન

ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જાેલીએ મોટું નિવેદન આપ્યું છે. જાેલીએ કહ્યું કે સરકાર કોઈપણ રાજદ્વારીને સહન કરશે નહીં જે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરે અથવા કેનેડિયનોના જીવનને જાેખમમાં મૂકે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે જસ્ટિન ટ્રૂડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ભારતે ગયા સોમવારે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને કેનેડામાંથી તેના હાઈ કમિશનરને પાછા બોલાવવાની પણ જાહેરાત કરી હતી. આ પછી કેનેડાએ પણ કહ્યું કે તેણે છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. પીએમ ટ્રૂડોએ ભારત પર નિજ્જર હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ ભારતે ટ્રૂડોના નિવેદનને સદંતર ફગાવી દીધું હતું. જાેલીએ આ સમગ્ર મામલે ભારતની તુલના રશિયા સાથે કરી છે.

મીડિયા સાથે વાત કરતા કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે આ મુદ્દે અડગ રહેવું જાેઈએ. આપણે આપણા ઈતિહાસમાં આવું ક્યારેય જાેયું નથી. આંતરરાષ્ટ્રીય દમનનું આ સ્તર કેનેડામાં થઈ શકે નહીં. રશિયાએ જર્મની અને બ્રિટનમાં આવું કર્યું છે. પરંતુ અમે યુરોપમાં અન્યત્ર આ જાેયું છે. તે જ સમયે, જ્યારે મેલાનિયાને પૂછવામાં આવ્યું કે શું અન્ય ભારતીય રાજદ્વારીઓને પણ હાંકી કાઢવામાં આવશે, તો તેણે કહ્યું કે તમામ નોટિસ પર છે. તેમાંથી છને હાંકી કાઢવામાં આવ્યા છે, જેમાં ઓટાવાના હાઈ કમિશનરનો પણ સમાવેશ થાય છે. વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કરનાર કોઈપણ રાજદ્વારીને અમે સહન નહીં કરીએ. જસ્ટિન ટ્રૂડોએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ૧૮ જૂને કેનેડામાં ગુરુદ્વારાના પાર્કિંગ એરિયામાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. થોડા મહિના પછી, ટ્રૂડોએ ભારત પર નિજ્જર હત્યાકાંડનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. આ પછી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો.

Follow Me:

Related Posts