ગુજરાત

રાજકોટમાં થાનગઢની સગીરાને અપહરણની ધમકી આપી તેની સાથે દુશ્ક્રમની ઘટના સામે આવી

રાજ્યમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સિરામિકસ નગરી થાનગઢમાં એક સગીરા પર સાત શખ્સોએ સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર મચી જગાવી છે. થાનગઢ પોલીસમાં પીડિતાની માતા દ્વારા કુલ ૮ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે. સામુહિક દૂષ્કર્મની ફરિયાદ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બોટાદ જિલ્લાના રાણપુર પંથકનાં વતની અને થાનગઢમાં રહેતા પરિવારનાસગીરા અને તેના ભાઈનું અપહરણ કરી મારી નાખવાની ધમકીઓ આપી

ફરીયાદીની દિકરી સાથે અલગ અલગ સમયે અલગ અલગ દિવસે થાનગઢમાં રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્વ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઇ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઈ સદાદીયાએ બળજબરીથી અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરવા એકબીજાએ મદદગારી કયાની ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ સિરામિકસ નગરની ઓળખ ધરાવે છે. પરંતું આ શહેરની હાલત કાયદો વ્યવસ્થા બાબતે ખરડાયેલ છબી ધરાવે છે અનેક પ્રકારની ગેર કાયદેસર પ્રવૃતિઓ લુખ્ખાગીરી પણ ફૂલી ફાલતી હોવાથી ગુનાખોરીને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ જાેવા મળે છે. સામુહિક દૂષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર સુરેનદ્‌નગર જિલ્લામાં ચકચાર જાગી છે

Related Posts