તાપીની જે કે પેપર કંપનીના ગેટ પર તાળા મારી દેવાતા કામદારોનો વિરોધ

તાપીની જે કે પેપર કંપનીના ગેટ પર તાળા મારી દેવામાં આવતા હજારથી વધુ વર્કર્સ એ ગેટ ની બહાર વિરોધ નોંધાવ્યો. કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ પ્રકારની નોટિસ આપ્યા વગર જ તાળા મારી દેવામાં આવતા સ્થાનિક મજૂરો લડી લેવાના મૂડમાં છે. તાપીની જે કે પેપર કંપનીના ગેટ પર તાળા મારી દેવામાં આવતા હજારથી વધુ વર્કર્સ એ ગેટ ની બહાર વિરોધ નોંધાવ્યો. કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ પ્રકારની નોટિસ આપ્યા વગર જ તાળા મારી દેવામાં આવતા સ્થાનિક મજૂરો લડી લેવાના મૂડમાં છે. કંપનીના શ્રમિક આગેવાનો ૧૯ જેટલી માંગણીઓ પુરી કરવાની વર્ષો થી માંગણીઓ કરી રહ્યા છે.
કંપનીના પર્મનેન્ટ વર્કર્સ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો ને સમાન વેતન આપવામાં આવે તેવી માંગ છે. જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી મજૂરો પંચિંગ નહીં કરવાની વાત પર અડગ છે. જ્યારે કંપની દ્વારા પંચિંગ કરો તો જ ગેટમાં જવા દઈશુંનું કારણ આપી ગેટ પર તાળા મારી દેવામાં આવતા મજૂરો અને કંપની મજૂરો અને કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ છે. જાે કે રાજ્યમાં કામદાર પ્રશ્નો જૂના નથી.
આ ઉપરાંત કામદારોની સલામતી પમ મહત્ત્વનો મુદ્દો છે. બેએક દિવ પહેલા બનેલા બનાવમાં કડી તાલુકાના જાસલપુર ગામ માં ૯ બાંધકામ મજૂરોના મોતને પગલે બાંધકામ કામદાર સંગઠનોના આગેવાનોએ કામના સ્થળે બાંધકામ કામદારોની સલામતી અંગે ઝીરો ટોલરન્સની નીતિ અને અકસ્માત માટે જવાબદાર માલિક અને બેજવાબદારી બદલ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૨૨૭ બાંધકામ કામદારો મૃત્યુ પામ્યા છે, જ્યારે સરકારી વિભાગે પણ સાઇટ્સ પર વધુ સલામતી તપાસની માંગ કરી છે. બાંધકામ કામદાર સંકલન સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાઠવેલા આવેદનમાં જણાવાયું છે કે બાંધકામ સ્થળ પર બેદરકારીના કારણે કામદારો પર જાેખમ વધી રહ્યું છે.
અમદાવાદના ગુલબાઈ ટેકરામાં બે વર્ષ પહેલા એક કન્સ્ટ્રક્શન સાઈટ પર અકસ્માતમાં સાતના મોત થયા બાદ જેસલપુરમાં નવ કામદારોના મોત થયા છે. ૨૦૨૨ માં, ગુજરાતમાં ૧૧૯ અને અમદાવાદમાં ૫૫ કામદારો અને ૨૦૨૩માં ગુજરાતમાં ૧૦૮ અને અમદાવાદમાં ૩૦ કામદારો અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું હતું. મોટા ભાગના મૃત્યુ ચાલુ કામ દરમિયાન પાણીનો ધોધ છૂટતા અને ખડકો ધસી પડવાના કારણે થયા છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ૨૦૦૮ થી ૨૦૨૩ સુધીમાં ૧૫૦૦ થી વધુ કામદારોએ જીવ ગુમાવ્યો હતો. સમિતિના સંયોજક વિપુલ પંડ્યાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં સ્થળાંતરિત આદિવાસી બાંધકામ કામદારો અસુરક્ષિત સ્થિતિમાં કામ કરી રહ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે એકવાર પરિવાર માટે વળતરની જાહેરાત કરવામાં આવે છે અને ફોજદારી કેસ નોંધવામાં આવે છે, બધું ભૂલી જાય છે.
Recent Comments