કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ ગ્રામીણ ગામડાના ખેડૂતોની સમસ્યા નિવારવા ધારાસભ્યોની માંગ

તાજેતરમાં ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે, અને લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાયેલી છે જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા ધારાસભ્યોને રજુઆત મળતા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા, અને લાઠી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા તેમજ રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ આજે ગાંધીનગર ખાતે રાજયના કૃષીમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ સમક્ષ જગતના તાત ખેડૂતોના શીંગ, કઠોળ અને કપાસ વગેરે પાકોની તબાહી થતા સત્વરે તેનો સર્વે કરી ઝડપથી સહાય ચુકવવા અમરેલી જિલ્લાના ધારાસભ્યોએ ખેડૂત હિતમાં રજૂઆતો કરીને તાકીદે ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે તે અંગે થયેલી ફળસ્વરૂપ રજૂઆતો રાઘવજીભાઇ પટેલે ધ્યાને લીધેલ હતીને કૃષી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજેલ હતી તેમજ ધારાસભ્યોની રજૂઆતોનો નિરાકરણ લાવવાની તંત્રના અધિકારીઓ સાથે કૃષી મંત્રીએ ધરપત આપી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમ સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments