રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસેહવે કાશી હેલ્થકેર હબ તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. જ્યાં તેમણે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ હોસ્પિટલ વારાણસી અને આ ક્ષેત્રના ઘણા લોકોના જીવનમાંથી અંધકાર દૂર કરશે અને તેમને પ્રકાશ તરફ લઈ જશે. આ હોસ્પિટલ વૃદ્ધોની પણ સેવા કરશે અને બાળકોને પણ પ્રકાશ આપશે. અહીં મોટી સંખ્યામાં ગરીબો મફતમાં સારવાર લેવા જાય છે.

આ હોસ્પિટલ અહીંના યુવાનો માટે રોજગારીની તકો લઈને આવી છે. પીએમ મોદીએ કહ્યું કે કાશીને પ્રાચીન સમયથી ધર્મ અને સંસ્કૃતિની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હવે કાશી ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલના મોટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થકેર હબ તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે. કાશીને અનાદિ કાળથી ધર્મ અને સંસ્કૃતિની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હવે કાશી ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલના મોટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થકેર હબ તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે આ પવિત્ર મહિનામાં કાશી આવવું એ પુણ્યનો અનુભવ કરવાનો અવસર છે. અહીં ફક્ત આપણા કાશીવાસીઓ જ નથી, સંતો અને પરોપકારીઓનો પણ સંગાથ છે. આનાથી વધુ સુખદ સંયોગ કયો હોઈ શકે? હવે મને પરમ પૂજનીય શંકરાચાર્યજીના દર્શન કરવાનો, પ્રસાદ અને આશીર્વાદ લેવાનો લહાવો મળ્યો છે.

Follow Me:

Related Posts