રાષ્ટ્રીય

ભારતે પોતાના સંરક્ષણને મજબૂત કરવા બેલેસ્ટિક મિસાઈલ સબમરીન લોન્ચ કરી

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડીંગ સેન્ટર (જીમ્ઝ્ર) ખાતે ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન લોન્ચ કરીભારતે તેની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધારવા માટે વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડિંગ સેન્ટર (જીમ્ઝ્ર) ખાતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન લોન્ચ કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સબમરીન મિસાઈલને ૧૬ ઓક્ટોબરે વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં લોન્ચ કરી હતી. તે સ્વદેશી પરમાણુ સબમરીન છે, તેના ૭૫% ઘટકો ભારતમાં બને છે. આ સબમરીનનું કોડનેમ જી૪ છે.

આ બેલેસ્ટિક મિસાઈલ સબમરીનની ખાસિયત એ છે કે તે ૩૫૦૦ કિલોમીટરની રેન્જ સાથે ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલથી સજ્જ છે.નેવીએ લોન્ચ કરેલી જી૪ સબમરીન ૩,૫૦૦ કિમીની રેન્જ સાથે દ્ભ-૪ પરમાણુ બેલેસ્ટિક મિસાઈલથી સજ્જ છે. જેને વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ દ્વારા ફાયર કરી શકાય છે. આ શ્રેણીની પ્રથમ સબમરીન ૈંદ્ગજી અરિહંત છે, જે ૭૫૦ કિમીની રેન્જ સાથે દ્ભ-૧૫ પરમાણુ મિસાઇલોથી સજ્જ છે. ૈંદ્ગજી અરિહંત અને ૈંદ્ગજી અરિઘાટ બંને પહેલાથી જ ઊંડા સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. ભારતની પ્રથમ પરમાણુ સબમરીન ૈંદ્ગજી ચક્રનું નામ જી૧, ૈંદ્ગજી અરિહંતનું નામ જી૨, ૈંદ્ગજી અરિઘાટનું નામ જી૩ હતું. આ પછી ૈંદ્ગજી અરિદમનને હવે જી૪ નામ આપવામાં આવ્યું છે. આ શ્રેણીની છેલ્લી સબમરીન જી૪ છે, જેને સંરક્ષણ મંત્રી દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે.

પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પરમાણુ સબમરીન કાર્યક્રમને વિશેષ મહત્વ આપી રહી છે. આ કારણે જ સરકારે ભારતીય નૌકાદળ માટે પરમાણુ હુમલા અને બેલેસ્ટિક મિસાઈલ સબમરીનની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો છે. આ સિવાય તાજેતરમાં જ સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ ભારતીય નૌકાદળ માટે ૪૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૨ પરમાણુ સબમરીન બનાવવાની મંજૂરી આપી છે. આ સબમરીનને વિશાખાપટ્ટનમના જહાજ નિર્માણ કેન્દ્રમાં તૈયાર કરી શકાય છે. લાર્સન અને ટુબ્રો જેવી ખાનગી કંપનીઓ પણ તેને બનાવવામાં સામેલ થઈ શકે છે. આ સબમરીન ૯૫ ટકા સ્વદેશી હશે. તેમજ આ સબમરીન અરિહંત વર્ગથી અલગ હશે. આ સબમરીન પ્રોજેક્ટ એડવાન્સ ટેકનોલોજી વેસલ હેઠળ બનાવવામાં આવશે.

Related Posts