fbpx
રાષ્ટ્રીય

અલ્હાબાદ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષને આંચકોશ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદઃ કોર્ટે રિકોલ અરજી ફગાવી

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે મુસ્લિમ પક્ષને પરત બોલાવવા પર પોતાનો ચુકાદો આપ્યો અને રિકોલ અરજી ફગાવી દીધી. મુસ્લિમ પક્ષે ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના આદેશને પડકારતી રિકોલ અરજી દાખલ કરી હતી. ૧૫ અરજીઓ પર રિકોલ અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલા ૧૬ ઓક્ટોબરે અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. બુધવારે ચુકાદો આપતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે કહ્યું કે હાઈકોર્ટ તમામ ૧૫ કેસની એકસાથે સુનાવણી કરશે. હાઈકોર્ટે તમામ દાવાઓને અલગથી સાંભફ્રવાની મુસ્લિમ પક્ષની માંગને ફગાવી દીધી હતી. જસ્ટિસ મયંક કુમાર જૈનના ર્નિણયથી હિન્દુ પક્ષે રાહતનો શ્વાસ લીધો છે. આ કેસ શાહી ઇદગાહ મસ્જિદના માફ્રખાને હટાવવા અને જમીનનો કબજાે તેમજ મંદિરના પુનઃનિર્માણની માગણી સાથે દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલો મુગલ બાદશાહ ઔરંગઝેબના જમાનાની શાહી ઈદગાહ મસ્જિદ સાથે સંબંધિત છે. આરોપ છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થફ્ર પર બનેલા મંદિરને તોડીને શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં શાહી ઈદગાહ મસ્જિદની જમીન હિન્દુઓનો અધિકાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. અરજીમાં શાહી ઇદગાહ મસ્જિદની જમીન પર ઇબાદતની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ મુસ્લિમ પક્ષે વકફ એક્ટનો ઉલ્લેખ કર્યો છે. મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજીને ફગાવી દેવા માટે કોર્ટને અપીલ કરી છે. આ કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે ઈદગાહમાં માલિકી હક્કો અંગે હિંદુ પક્ષની અરજીઓ સુનાવણી માટે યોગ્ય છે. કોર્ટે કહ્યું કે આ મામલે સુનાવણી ચાલુ રહેશે. કોર્ટે મુસ્લિમ પક્ષની રિકોલ પિટિશનને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. હાઈકોર્ટના ર્નિણય બાદ હવે આ કેસની સુનાવણી શરૂ થશે. હિન્દુ પક્ષનું કહેવું છે કે ઇદગાહનો અઢી એકર વિસ્તાર સંપૂર્ણ રીતે ભગવાન કૃષ્ણનું ગર્ભગૃહ છે. શાહી ઇદગાહ મસ્જિદ કમિટી પાસે આ જમીન સંબંધિત કોઈ રેકોર્ડ કે દસ્તાવેજાે નથી.

Follow Me:

Related Posts