ગુજરાત

જૂનાગઢમાં ત્રણેય શખ્સોએ યુવાનને ગળે છરી રાખી ૨૬.૮૦ લાખની લૂંટીને ફરાર થઈ ગયા

જૂનાગઢના ચિતાખાના ચોક નજીક ગત સાંજે રાજકોટના યુવાનને ગળે છરી રાખી ર૬.૮૦ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ થઈ હતી. લૂંટનો ભોગ બનનાર યુવકને તેના કાકાના દિકરાના ભાગીદારે આ પૈસા આંગડીયું કરવા આપ્યા હતા. જે વ્યક્તિ તેની સાથે આંગડીયું કરવા ગયો હતો તેણે જ તેના મિત્રોને કહી આ લૂંટ કરાવ્યાનું સામે આવ્યું હતું. એલસીબીએ લૂંટ કરનાર આ ત્રણેય શખ્સોને વંથલી મેંગો માર્કેટમાંથી પકડી લઈ પૂછપરછ કરતા લૂંટ કરેલી રકમ સુખનાથ ચોક નજીક છુપાવી હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ ર૬.૮૦ લાખ રોકડા, બે વાહન અને મોબાઈલ મળી કુલ ર૭.૬પ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ રાજકોટના દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટી, શેરી નં-પમાં રહેતો રમજાન હારૂનભાઈ ઉઠમના તથા તેના કાકાનો દિકરો બિલાલ દિલાવર ઉઠમના, તેના ભાગીદાર મયુરસિંહ સોલંકી સહિતનાઓ ગઈકાલે સવારે રાજકોટથી કેશોદ ગયા હતા. કેશોદથી તેઓ જૂનાગઢમાં ગાંધીચોક ખાતે આવ્યા હતા ત્યાં બિલાલનો મિત્ર અયાન ઉર્ફે પાચીયો તથા તેના મિત્રો હાજર હતા. મયુરસિંહે આંગડીયું કરવાનું કહેતા અયાન ઉર્ફે પાચીયાએ ‘મારી પાછળ કાર ચલાવો’ તેમ કહી ચિતાખાના ચોક નજીક લઈ ગયો હતો ત્યાંથી ‘કાર હવે આગળ નહી જઈ શકે’ તેમ કહ્યું હતું. આથી મયુરસિંહે રમજાન ઉઠમનાને ર૬.૮૦ લાખની રોકડ સાથેનો એક થેલો આપ્યો હતો અને આંગડીયું કરવાનું કહ્યું હતું. બિલાલે અયાન ઉર્ફે પાચીયાને ‘તું રમજાનને બેસાડી આંગડીયા પેઢીએ લઈ જા’ તેવી વાત કરી હતી.

અયાન ઉર્ફે પાચીયો, રમજાન અને જાનીભાઈ પૈસા ભરેલો થેલો લઈ આંગડીયા પેઢીએ જવા નીકળ્યા હતા. અયાન ઉર્ફે પાચીયના બીજા મિત્રો પણ બાઈક લઈ સાથે આવ્યા હતા. આ શખ્સે રમજાનને ત્યાં ઉતાર્યો હતો. બિલાલને ફોન કરી ‘આંગડીયાનું શું કરવાનું છે ?’ તેમ પુછતા બિલાલે ‘હવે આંગડીયું કરવાનું નથી, અયાન ઉર્ફે પાચીયાનો મિત્ર આવે છે તે તને તેડી જશે.’ એક અજાણ્યો યુવાન બર્ગમેન લઈ આવ્યો હતો અને રમજાનને તેના પર બેસાડી ગલીઓમાંથી લઈ ગયો હતો.

ત્યાં એક નવા બનતા મકાન પાસે આ શખ્સે બર્ગમેન ઉભું રાખી ‘હું વોશરૂમ જઈ આવું’ તેમ કહી ફોન પર વાત કરી હતી. ત્યાં જતા અયાન ઉર્ફે પાચીયો પણ હાજર હતો. નવા બનતા મકાન પાસે કેમેરા તપાસતા તેમાં રમીજખાન ઉર્ફે ભાવનગરી તથા સાહિલ દલ જાેવા મળ્યા હતા. અયાન ઉર્ફે પાચીયો આ લોકોને તેના ઘર પાસે લઈ ગયો હતો અને તેણે આ લૂંટ કરવા વાળા ભાવનગરી અને સાહિલ નથી કોઈ બીજા હશે તેવી વાત કરી હતી. બાદમાં રમજાન ઉઠમના પોલીસને જાણ કરી હતી. તેના કાકાનો દિકરો બિલાલ, મયુરસિંહ સહિતનાઓ એ ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

Related Posts