વિડિયો ગેલેરી

રાજકોટમાં કોંગ્રેસનાં અતિવૃષ્ટિ થતા કાર્યકર્તાઓએ વાહનચાલકો પાસેથી ફાળો ઉઘરાવી વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ થતા ખેડૂતોના પાકને મબલખ નુકસાન થયું છે. નુકસાનીનું વળતર ચુકવવા ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ સહાય ન ચૂકવતા આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ કાળીપાટ ખાતે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ કાળીપાટ ખાતે પસાર થતા વાહનચાલકો પાસેથી ફાળો ઉઘરાવતા જાેવા મળ્યા હતા. જેમાં ઉદ્યોગપતિઓએ લોન માફી અને ખેડૂતોને લોલીપોપ જેવા સૂત્રો સાથે વિરોધ કર્યો હતો.

માહિતી મુજબ કોંગ્રેસ પ્રમુખ નિશિથ ખૂંટે જણાવ્યું હતું કે, છેલ્લા ૨ મહિનાથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ પણ સરકાર મત માંગવા આવે છે પણ જ્યારે જરૂર હોય ત્યારે કોઈ નેતા આગળ આવતું નથી. જ્યાં સુધી સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર નહીં કરે ત્યાં સુધી ફાળો ઉઘરાવવામાં આવશે.રાજકોટમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખેડૂતો માટે હાલ કફોડી સ્થિતિ સર્જાઈ છે. ખેતરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે અને સરકાર દ્વારા કોઈપણ જાતની સહાય ચૂકવવામાં આવી નથી. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા ત્યાં ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું તે અંગે ભાજપના એકપણ નેતાએ હજુ સુધી નિવેદન આપ્યું નથી. એક ખેડૂતે જણાવ્યું હતું કે, ખેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યુ હતું, પણ બધો પાક નાશ પામતા ખૂબ જ નુકસાન થયું છે. તેમણી માંગણી છે કે જાે સરકાર સહાય કરશે તો આગળ ખેતી થઈ શકશે નહીંતર જમીન પડતર થઈ જશે. મગફળી અને કપાસને ૫૦ %થી વધુ નુકસાન પહોંચ્યું છે.

Follow Me:

Related Posts