fbpx
અમરેલી

કમોસમી વરસાદ થી થયેલ નુકશાની નો સર્વે કરી સહાય ચૂકવો ની માંગ. ભારતીય કિસાન સંધ દ્વારા મુખ્ય મંત્રી કૃષિ મંત્રી ને ઉદેશી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું

અમરેલી જિલ્લા કલેકટર શ્રી થ્રુ રાજ્ય ના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી ને ઉદેશી ભારતીય કિસાન સંધ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું  રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ  મુખ્ય મંત્રી ગુજરાત રાજય ગાંધીનગર ને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ખેતી પાકને નુકશાન અંગે તાત્કાલીક પેકેજ ચુકવવા બાબતે વિગતે રજુઆત  અમરેલી જિલ્લામાં નવરાત્રી થી આજદિન સુધી કમોસમી વરસાદ પડવાથી આખા જિલ્લામાં ખેડુતોને મગફળી-સોયાબીન- કપાસ-ડુંગળી- તેમજ ઘાસચારાને અન્ય ખેડુતના ખેતરમાં પાકેલ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. તો આનુ તાત્કાલીક સર્વે કરી ખેડુતોને વહેલીતકે સહાય મળે તેવી ભારતીય કિસાન સંઘની માંગણીઓ છે. જેથી ખેડુતોના હાથમાં આવેલ કોળીયો ઝુટવાય ગયેલ છે. તેવી ખેડુતોની પરિસ્થિતિ છે. તો આ માંગણી ને વ્યાજની ગણી વહેલીતકે સહાય મળે તેવી  વ્યથા વ્યક્ત કરી એ છીએ જેથી ખેડુતો શિયાળુ પાક નું વાવેતર કરી શકે તે માટે આ જિલ્લા રાસાયણિક ખાતર ડી.એ.પી. તેમજ ૧૨-૩૨-૧૬ ખાતર મુળ પાયાના ખાતરો છે. તો આ જિલ્લામાં નવા વાવેતર કરવા માટે આ ખાતરની જરૂરીયાત હોવાથી તાત્કાલીક અસરથી દરેક ખેડુતોને સહાય મળી રહે તેવી અમારી અરજ સાથે સમગ્ર અમરેલી જિલ્લાભર માંથી ખેડૂત અગ્રણી ઓએ અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું હતું

Follow Me:

Related Posts