fbpx
ભાવનગર

રેશનકાર્ડ લાભાર્થીઓ હવે ઘરે બેઠા પણ e-KYC કરી શકશે

ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ, નવી દિલ્હી દ્વારા તમામ લાભાર્થીઓના (જનસંખ્યાના) રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-KYC સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું છે.

રેશનકાર્ડધારક ૩ (ત્રણ) રીતે e-KYC કરાવી શકશે જેમાં

૧) ઘરે બેઠાં “My Ration” Mobile Application વડે ફેસ ઓથેન્ટિકેશન વડે,

(૨) ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા આધાર આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ “PDS+” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન વડે અને

(૩) તાલુકા કક્ષાએ મામલતદાર/ઝોનલ કચેરીમાં નાયબ મામલતદાર(પુરવઠા)/ ઝોનલ ઓફિસર દ્વારા આધાર આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ PDS+ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC કરાવી શકશે.

રેશનકાર્ડધારકે e-KYC કરાવવા માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની રહે છે તથા તેની નકલો/ઝેરોક્ષ કોપી આપવાની રહેતી નથી.

બેંક એકાઉન્ટની વિગતો e-KYC કરાવવા માટે આપવાની રહેતી નથી તથા e-KYC રેશનકાર્ડ લાભાર્થી જાતે ઘરેબેઠાં કરી શકે છે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર કે મામલતદાર/ઝોનલ કચેરી ખાતે જ કરાવવાની રહે છે.

રેશનકાર્ડધારકે પોતાના રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો V.C.E/નાયબ મામલતદાર(પુરવઠા)/ઝોનલ ઓફિસર/પુરવઠા કચેરીના અધિકૃત કર્મચારીને આપવાની રહે છે. પોતાની કોઈપણ ખાનગી માહિતી આ સિવાયના અન્ય ત્રાહિત વ્યક્તિને ન આપવી તેની તકેદારી રાખવી. તેમ  જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts