પૂર્વ વિસ્તારમાં વટવામાં મહિલા સહિત બે અને મણિનગરમાં એક યુવક સહિત હત્યાના ત્રણ બનાવથી કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. જેમાં મણિનગરમાં ફૂટપાથ રહેતા બે યુવકો પાસે શખ્સે આવીને પાના પકડ કોણ લઇ ગયું કહીને ઝઘડો કરીને બંને યુવકો પર પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે વટવામાં પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને પત્નીની હત્યા કર્યા બાદ પતિ ઘરને તાળું મારીને ભાગી ગયો હતો તેમજ વટવામાં મોબાઇલ ચોરીની શંકા રાખી ચાર લોકોએ યુવકને પકડીને માર મારીને હત્યા કરી હતી અને કચરાની ગાડી ઉપર લાશ મૂકીને દૂર અવાવરુ સ્થળે યુવકની લાશને નગ્ન અવસ્થામાં ફેંકી દીધી હતી.
ત્રણેય બનાવમાં મણિનગર પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી. મણિનગરમાં ફૂટપાથ ઉપર રહેતા યુવકે મણિનગર પોલીસ સ્ટેશનમાં અશોક સામે ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા ૧૫ દિવસથી જે ફુટપાથ ઉપર ફરિયાદી રાત્રે સૂતો હતો ત્યાં પંકજ નામનો વ્યક્તિ રહેવા આવ્યો હતો. તે પણ રોજ ફરિયાદી સાથે સૂઇ જતો હોવાથી બન્નેની ઓળખાણ થઇ હતી. ગત ૨૦ના રોજ રાત્રે બન્ને ફૂટપાથ ઉપર સૂતા હતા. ત્યારે અશોક કટારા નામનો શખ્સ પેડલ રિક્ષા લઇને આવ્યો હતો અને મારા પાના પક્કડ કોણ લઇ ગયું છે કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં પથ્થર પંકજના માથા ઉપર મારતા તે લોહી લુહાણ થઇ જતા રોડ ઉપર પટકાયો હતો
અને પછી આરોપીએ પથ્થર વડે ફરિયાદી ઉપર હુમલો કરતા તે પણ લોહી લુહાણ થઇ પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો. સ્થાનિક લોકો આવીને સારવાર માટે એલજી હોસ્પિટલ લઇ ગય હતા. એલજીમાં સારવાર બાદ ફરિયાદી પરત પોતાના ફૂટપાથ પર ગયો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે, પંકજનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મણિનગર પોલીસે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. વટવામાં રહેતી ૨૭ વર્ષીય મહિલા અને તેમના પતિ સાથે રહેતા હતા, મહિલાના પિતરાઈ ભાઈ તેની બહેન અને બનેવીને કામ સારું ફોન કરતો હતો. પરંતુ બહેન અને બનેવી ફોન ઉપાડતા ન હતા. જેથી તેઓ રુબરુ આવ્યા હતા ત્યારે ઘરને તાળું મારેલું હતું બીજીતરફ ઘરમાંથી ખુબ જ તીવ્ર દુર્ગંધ આવતી હતી. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
જે બાદ વટવા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી ત્યારે મકાનમાં મહિલાની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આમ પતિ પત્નીની હત્યા કરી ઘરને બહારથી તાળુ મારીને ફરાર થઇ ગયો છે. આ અંગે વટવા પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. ત્રીજા બનાવમાં મૂળ રાજસ્થાનનો અને હાલ વટવાના ચાર માળિયામાં ૨૨ રહેતા વર્ષીય યુવકની તા. ૨૨ના રોજ બપોરના સમયે દુર્ગાનગર પાસે આવેલ બુલેટ ટ્રેનના પીલ્લર પાસેથી તેની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. જેથી ત્યાં હાજર યુવકે પોલીસને જાણ કરતા વટવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસે જાેતા રાજની લાશ પર ઇજાના નિશાન જાેવા મળ્યા હતા. પોલીસે તપાસ કરતા ત્યાં ડમ્પર ચાલકોએ રાજ પર મોબાઇલ ચોરીની શંકા રાખીને ઢોર માર મારતા તેની હત્યા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે.
Recent Comments