અમદાવાદનાં કાલુપુરમાં મહિનાથી નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી
એક તરફીમાં પાગલ યુવક મહિનાથી કાલુપુરમાં નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરતો હતો. તાજેતરમાં સારંગપુર બસ સ્ટેન્ડ ઉપર ગયો હતો અને યુવતીને તેને પ્રોબલેમ શું છે, હું વર્ષોથી સિંગલ છું, પહેલા કોઇ છોકરી ગમી નથી તું જ ગમી છે કહીને જાહેરમાં છેડતી કરી હતી. આ બનાવ અંગે કાલુપુર પોલીસે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં રહેતી અને કાલુપુર વિસ્તારમાં જ્વેલર્સના ત્યાં નોકરી કરતી ૨૦ વર્ષની યુવતીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નિયમીત નોકરીથી છૂટીને કાલુપુરથી સારંગપુર એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ ખાતે ચાલતી જતી હતી, ત્યારે એક મહિનાથી આ યુવક તેનો પીછો કરીને તેની પાસે જતો હતો અને એક દિવસે તું મને બહુ ગમે છે કહીને ચોકલેટ આપવાની કોશિષ કરી હતી જાે કે યુવતીએ ઇન્કાર કર્યો હતો. તેમ છતાં યુવક તેનો પીછો કરીને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો તાજેતરમાં યુવતી અને તેની સહેલી બસ સ્ટેન્ડ ઉપર હાજર હતા ત્યારે આરોપીએ આવીને યુવતીને તેને પ્રોબલેમ શું છે, હું વર્ષોથી સિંગલ છું, પહેલા કોઇ છોકરી ગમી નથી તું જ ગમી છે કહીને જાહેરમાં છેડતી કરી હતી. આ ઘટના અંગે કાલુપુર પોલીસે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments