fbpx
અમરેલી

ઘરે થી જાણ કર્યા વગર નીકળી ગયેલ યુવતીને તેના પરિવારને સોપતી અભયમ હેલ્પલાઇનની ટીમ.

તારીખ 24/10/2024 ના રોજ અમરેલી એસ. ટી બસસ્ટેન્ડ પર થી એક જાગૃત નાગરિક એ 181 મહિલા હેલપ્લાઈન પર ફૉન કરી જણાવેલું કે એક યુવતી બસસ્ટેન્ડ મા લાંબા સમયથી એકલી બેઠી છે .જેના પગલે 181 અભયમ મહીલા હેલ્પ લાઈન ના કાઉન્સિલર પૂનમ ભૂવા અને મહીલા જી.આર. ડી. કાજલબેન તથા પાઇલોટ જગદીશભાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જ્યા હાજર રહેલ જાગૃત નાગરિકે યુવતી ને સુરક્ષિત જગ્યા એ બેસાડી રાખેલ હતી ત્યારબાદ 181 ટીમ દ્વારા યુવતીનું કાઉન્સીલીંગ કરતા યુવતી એ જણાવેલું કે તે મધ્યપ્રદેશથી છે અને તેની ઉમર 18 વર્ષ છે

તથા વધારેમાં યુવતીએ જણાવેલું કે તે કોઈ યુવક સાથે ચાર દિવસ થી અહી આવેલી છે યુવતી એ જણાવેલું કે તે યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા થી અહી આવેલી યુવતી ની વાત શંકાસ્પદ લાગતા ફરી યુવતી સાથે વાત ચીત કરેલ ત્યારબાદ યુવતી એ જણાવેલું કે તેનો ભાઇ અને અને પતિ અહી રહે છે તેના પતિ એ તેની સાથે જઘડો કરેલ તેથી ઘરે થી એકલી નીકળી ગયેલ તેની પાસે તેના પરીવાર ના કોઈ સભ્ય ના સંપર્ક નંબર પણ નથી તેથી યુવતી એ જણાવેલા રહેઠાણ પર સ્થાનિક પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા પોલીસ સ્ટેશન પર થી જાણવા મળેલુ કે યુવતી એક મહીના પહેલા પણ આ રીતે ઘરે થી જતી રહિ હતી ત્યારબાદ પોલીસ સ્ટેશન થી યુવતી ના ભાઇ ના સંપર્ક નંબર મેળવી ત્યારબાદ યુવતી ના ભાઇ સાથે ફૉન પર વાત કરી યુવતી ના ભાઇ જણાવેલું કે તે લોકો મધ્યપ્રદેશ થી અંહિ ખેતર મા મજૂરી કામ કરવા માટે આવેલ છે , વધારેમાં પુવતીના ભાઈએ જણાવેલકે તેની બહેન ના લગ્ન થયેલાં છે

અને તે તેના પતિ સાથે અહીં રહે છે અને સવારે ચાર વાગે બધા સુતા હતા ત્યારે કોઇને જાણ કર્યા વિના નીકળી ગયેલ છે અને તેઓ સવારથી તેની શોધખોળ કરી રહિયા છે ત્યારબાદ યુવતી ના ભાઇ અને પતીએ જણાવેલું કે તેઓ બાજુ ના ગામમાં જ રહે છે તેથી તે યુવતી ને લેવા માટે આવે છે તેથી તેઓ ન આવે ત્યાં સુધી યુવતી ને અહીં રાખવા જણાવેલું ત્યારબાદ યુવતી નો પતી અને ભાઇ યુવતી ને લેવા આવેલા ત્યારે સમગ્ર ઘટના અંગે યુવતીનાં પતીને યુવતી સાથે ઝગડો ન કરવા અંગે સમજાવ્યા અને યુવતી ને સુરક્ષિત તેમના પરિવાર ને સોંપેલ

Follow Me:

Related Posts