fbpx
રાષ્ટ્રીય

તમિલનાડુના રાજ્યગીત પર ફરી વિવાદ, ખોટા રાજ્યગીત ગાવાનો મામલો

ડેપ્યુટી સીએમ ઉધયનિધિના કાર્યક્રમ પર ઉઠ્‌યા સવાલ, બે વાર ખોટું ગાવામાં આવ્યું રાજ્યગીત
તમિલનાડુના રાજ્યગીત ‘તમિલ થાઈ વાલ્થુ’ને લઈને ફરી વિવાદ ઉભો થયો છે. આ વખતે મામલો ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ સાથે જાેડાયેલો છે. વિપક્ષનો આરોપ છે કે રાજ્યગીત ખોટી રીતે ગાવામાં આવ્યું છે. ભાજપે કહ્યું કે, માતા તમિલે ડેપ્યુટી સીએમને પાઠ ભણાવ્યો છે. જ્યારે ઉધયનિધિએ આરોપોને ફગાવી દીધા છે. તેણે કહ્યું કે માઇક્રોફોન યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી.

ટેક્નિકલ ખામી હતી. સચિવાલયમાં તમિલનાડુ મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ બેચના ૧૯ તાલીમાર્થીઓને કોર્સ પૂરો કરવા પર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું (પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટ) કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા એલ મુરુગન કહે છે કે જ્યારે તમિલ રાષ્ટ્રગીત પહેલીવાર ગાવામાં આવ્યું ત્યારે તેમાં ખામીઓ હતી. બીજી વાર શરૂ થયું ત્યારે પણ તેને ખોટી રીતે ગાયું હતું. એકંદરે, કાર્યક્રમમાં ‘તમિલ થાઈ વાલ્થુ’ યોગ્ય રીતે ગાયું ન હતું.

કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે પહેલા ગાવામાં ભૂલ હતી. તેથી જ તે બીજી વખત ગાયું હતું. તેમણે તાજેતરના વિવાદનો ઉલ્લેખ કર્યો જ્યારે દૂરદર્શનનો એક તમિલ કાર્યક્રમ રાજ્યપાલ આરએન રવિની અધ્યક્ષતામાં યોજાયો હતો. આમાં, ગાયકો રાજ્ય ગીતની એક લાઈન ચૂકી ગયા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. આ અંગે બ્રોડકાસ્ટરે માફી પણ માંગી હતી. મંત્રીએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિને આ મુદ્દે નાનું રાજકારણ રમ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યપાલને પરત બોલાવવાની કેન્દ્ર પાસે માંગ કરી હતી.

તેમની સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે મુખ્યમંત્રી શું જવાબ આપશે? તેમણે પૂછ્યું- શું ડેપ્યુટી સીએમ ઉધયનિધિ પદ પરથી રાજીનામું આપશે? કે પછી સીએમ સ્ટાલિન તેમને કેબિનેટમાંથી હટાવશે? શું રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમની જવાબદારી સીએમ અને ડેપ્યુટી સીએમ નહીં લેશે? તેમણે દૂરદર્શન કાર્યક્રમ માટે રાજ્યપાલને જવાબદાર ઠેરવ્યા હતા. તે જ સમયે, છસ્સ્દ્ભ ચીફ ટીટીવી ધિનાકરને બે વખત ખોટા ગાયન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે પૂછ્યું- રાજ્યગીત ખોટી રીતે ગાવા બદલ સીએમ અને ડેપ્યુટી સીએમનો શું જવાબ હશે? બંનેએ આ જ મુદ્દે રાજ્યપાલ પર પ્રહારો કર્યા હતા.

Follow Me:

Related Posts