અમરેલી

સાવરકુંડલા આકાશી મેલડી મંદિરે કાળી ચૌદશ નિમિતે 24 કલાકનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞ યોજાશે.

સાવરકુંડલા બાયપાસ ખાતે આવેલ સુપ્રસિધ્ધ આકાશી મેલડી માતાજીના મંદિરે આગામી તારીખ 31/10 ગુરૂવાર અને કાળી ચૌદશ નિમિતે આકાશી મેલડી માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞ યોજાશે આપ્રસંગે પૂજન, અર્ચન, યજ્ઞ પ્રારંભ, આહુતિ, મહાઆરતી, થાંભલી રોપણ, ડાક ડમરૂ, મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવશે આકાશી મેલડી માતાજીના 24 કલાકના નવરંગો માંડવો ડાકડમરૂ માં દીવસે કલાકાર તરીકે અશ્વિનભાઇ રાવળ, નાગજીભાઈ રાવળ, શૈલેષભાઈ રાવળ નીંગાળાવાળા તેમજ રાત્રીના નિલેશભાઈ રાવળ સોગઠ, સંજયભાઈ રાવળ બુધેલ અને ભવદીપભાઈ રાવળ આંબલા ઉપસ્થિત રહેશે આતકે આકાશી મેલડી માતાજીના સેવક કાનાભગત ભરવાડ, સામાજિક, રાજકીય અગ્રણીઓ, સંતો મહંતો, માતાજીના ભુવાઓ તેમજ સાવરકુંડલા શહેર અને તાલુકાના 79 ગામોમાથી આકાશી મેલડી માતાજીના મોટી સંખ્યામાં સેવક સમુદાય અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે.

Related Posts