ભાવનગર

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી ફરી વખત ટીમાણાના આંગણે 

તળાજા તાલુકાના  ટીમાણા ગામની સરકારી પ્રાથમિક શાળા એટલે કે સ્વ. શેઠ ખોડીદાસ સંઘજી પ્રાથમિક શાળાના 151 વર્ષ પૂર્ણ થતા તેના “ સાર્ધ શતાબ્દી મહોત્સવ” માં ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી ટીમાણાના આંગણે પધારી રહ્યા છે. માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સંવત-2081 ના કારતક સુદ 3 ને સોમવાર તારીખ- 04/11/2024 ના રોજ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે. “ સાર્થ શતાબ્દી મહોત્સવ” નિમિતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ ઉપકોક્ત આ શાળામાં 151 વર્ષમાં ભણીને ગયેલા તમામ ભૂતપુર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થવાનું છે. માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે આ શાળાના ભૂતપુર્વ આચાર્ય તેમજ રાજ્ય એવમ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત શ્રી કેશવજીભાઇ ભટ્ટ દ્વારા લખાયેલ ટીમાણા ગામનો ઉજળો ઇતિહાસ દર્શાવતુ પુસ્તક “ ગોડી કાંઠે ગામ ટીમાણા” નું વિમોચન પણ આ કાર્યક્રમમાં થવાનું છે. 

આ ઉપરાંત આ શાળામાંથી આ વર્ષે નિવૃત થયેલા શિક્ષક ભાઇ – બહેનોનો વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ઉપરાંત ટીમાણાના 151 ખેડૂતોનું સન્માન રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમોમાં માનનીય રાજ્યપાલશ્રી સાથે સંતશ્રી સીતારામ બાપુ- અધેવાડા ઉપસ્થિત રહી આશિર્વચન આપશે. તેમજ વર્તમાન સાંસદશ્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતી રહેશે. આ ઉપરાંત ધારાસભ્યશ્રી ગૌત્તમભાઇ ચૌહાણ, માજી ધારાસભ્ય કનુભાઇ બારૈયા, મા. રાજુભાઇ રાણા વૈધ મહેન્દ્રસિંહજી સરવૈયા તેમજ વિવિધ પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. આ મહોત્સવમાં બધા જ ભૂતપુર્વ વિદ્યાર્થીઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.

Follow Me:

Related Posts