fbpx
ગુજરાત

સુરતમાં ફરી એકવાર અડાજણના ૨૦ વર્ષના યુવાનું અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવના કારણે મોત, હજીરામાં ૫૬ વર્ષના યક્તિનું મોત

સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે અડાજણમાં છાતીમાં દુઃખાવો અને શ્વાસ તકલીફ થયા બાદ ૨૦ વર્ષીય યુવાન અને હજીરામાં ટ્રકમાં ડ્રાઇવરની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અડાજણ રોડ મંગલમ એપાર્ટમેન્ટમાં રહેતો ૨૦ વર્ષીય બિટ્ટુ ઉદયભાઇ પાંડે ગત રાતે ઘરમાં સુઇ ગયો હતો.

બાદમાં મોડી રાતે તેને છાતીમાં દુઃખાવો ઉપડયો અને શ્વાસ લેવામાં તકલીફ શરૃ થઇ હતી. બાદમાં તે અચાનક બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતો. બિટ્ટુ લારીમાં બુંટ-ચંપલનું વેચાણ કરતો હતો. બીજા બનાવમાં મુળ ઉતરપ્રદેશમાં ગાંજીયાબાદનો વતની અને હાલમાં હજીરા ખાતે રહેતા ૫૬ વર્ષીય રામજી વ્રજનાથ યાદવ આજે બપોરે હજીરાની અંદાણી કંપનીના ગેટ નં-૧ પાસે ટ્રકમાં અચાનક તબિયત બગડતા બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેને ચાર સંતાન છે.

Follow Me:

Related Posts