દેશમાં પહેલીવાર પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે

PM નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ્છ્છ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્?ઘાટન કર્યુ એરક્રાફ્ટ નિર્માણ પ્લાન્ટના પ્રારંભથી આજે રતન ટાટાનું સ્વપ્ન સિધ્ધ થઇ રહ્યું છે ઃ ઁસ્ મોદીવડોદરામાં તૈયાર થશે ઝ્ર-૨૯૫ મિલિટરી એરક્રાફ્ટ ઃ ૪૮૨ની સુપર સ્પીડ, ૯ હજાર કિલો વજન સાથે ઉડાનઁસ્ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં ્છ્છ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્?ઘાટન કર્યુ હતું. આ કોમ્પ્લેક્સમાં ઝ્ર-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે ૫૬ એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે.
પ્રથમ ૧૬ એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના ૪૦ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (્છજીન્) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે.આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇલન એસેમ્બલી લાઇન છે. જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં ઝ્ર૨૯૫ ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે.બે પાયલટ દ્વારા ઝ્ર-૨૯૫ એરક્રાફ્ટ ઉડે છે.
આમાં ૭૩ સૈનિકો અથવા ૪૮ પેરાટ્રૂપર્સ અથવા ૧૨ સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા ૨૭ સ્ટ્રેચર મેડેવેક સાથે ૪ મેડિકલ એટેન્ડન્ટ મુસાફરી કરી શકશે. તે એક સમયે મહત્તમ ૯૨૫૦ કિલો વજન લઈ જઈ શકે છે. તેની લંબાઈ ૮૦.૩ ફૂટ, પાંખો ૮૪.૮ ફૂટ અને ઊંચાઈ ૨૮.૫ ફૂટ છે.૪૮૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ૪૫૮૭ કિમી સુધી જઈ શકે છે આ એરક્રાફ્ટ ૭૬૫૦ લીટર ફ્યુઅલ સાથે આવે છે. તે મહત્તમ ૪૮૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની રેન્જ ૧૨૭૭ થી ૪૫૮૭ કિમી છે. તે તેમાં લોડ થયેલ વજન પર આધાર રાખે છે. પરંતુ ફેરી રેન્જ ૫ હજાર કિ.મી.છે ૧૩,૫૩૩ ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.
ટેક ઓફ કરવા માટે ૮૪૪ મીટરથી ૯૩૪ મીટર લંબાઇના રનવેની જરૂર પડે છે. લેન્ડિંગ માટે માત્ર એક મીટરનો રનવે જરૂરી છે. તેમાં છ હાર્ડપોઈન્ટ છે. એટલે કે, શસ્ત્રો અને સંરક્ષણ પ્રણાલી લગાવવવાની જગ્યા. બંને પાંખો નીચે દરેક ત્રણ-ત્રણ. અથવા ઇનબોર્ડ પાઈલોન્સ હોઈ શકે છે. જેમાં ૮૦૦ કિલોના હથિયારો રાખી શકાય છે.ટાટાએ ગયા વર્ષે નવેમ્બરથી ૪૦ ઝ્ર-૨૯૫ એરક્રાફ્ટ માટે મેટલ કટીંગનું કામ શરૂ કર્યું છે. હૈદરાબાદ હાલમાં તેની મુખ્ય કોન્સ્ટીટ્યુંટ એસેમ્બલી છે. ઘણા પાર્ટ્સ ત્યાં બનાવવામાં આવશે. ટાટાની હૈદરાબાદ સુવિધા એરક્રાફ્ટના મોટા ભાગોનું નિર્માણ કરશે. આ પછી તેને વડોદરા મોકલવામાં આવશે.તમામ ઝ્ર-૨૯૫ એરક્રાફ્ટ વડોદરામાં ફાઇનલ કરવામાં આવશે. જેમાં એન્જિન લગાવવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ સેટ ગોઠવવામાં આવશે. આ પછી તેને એરફોર્સને આપવામાં આવશે. ૩૨ નંબરનું એરક્રાફ્ટ સ્વદેશી હશે. હાલમાં ૨ ડઝનથી વધુ દેશો આ વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે.
Recent Comments