રાષ્ટ્રીય

કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો, ૧૧મું ભયાનક વાવાઝોડું, ૧૦૦થી વધુ લોકોના મોત, અનેક લોકો ગૂમ થયા,

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો છે. ટ્રામી વાવાઝોડાએ ફિલિપાઈન્સના કેટલાય વિસ્તારોનું નામોનિશાન મિટાઈ ગયું છે. જી હાં, મોતનો આંકડો ૧૫૦ને પાર પહોંચી ગયો છે. આને ફિલિપાઈન્સની કમનસીબી કહો કે, પછી કુદરતનો પ્રકોપ પરંતુ, આ વર્ષે ફિલિપાઈન્સ પર ત્રાટકનારું આ ૧૧મું ભયાનક વાવાઝોડું છે. વાવાઝોડાની ભયાનકતા કેમેરામાં રેકોર્ડ થાય ત્યારે જ જાેઈ શકીએ છીએ. પવનની તિવ્રતામાં લોકો કેવા ફંગોળાય રહ્યા છે તે સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે.

દ્રશ્યો કહી રહ્યા છેકે, પાણી અને હવા જાે ધારે તો પૃથ્વી પર ત્રાહિ ત્રાહિ મચવી શકે છે. સમુદ્રમાં ઉદભવેલા ચક્રવાતી તોફાન ટ્રામીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં મચાવેલી તબાહીના આ દ્રશ્યો છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ન્યૂઝ રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં લગભગ ૧૩૦ લોકોના મોત થયા છે. ચિંતાની વાત એ છેકે, હજુ ૧૦૦થી વધુ લોકો ગુમ છે. તોફાનથી લગભગ ૪૨ લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી લગભગ ૫ લાખ લોકોએ અલગ-અલગ શહેરોમાં આશ્રય લીધો છે..

ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને સેનાના જવાનો સ્નિફર ડોગ્સની મદદથી ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહ્યા છે. હાલમાં, ટાયફૂન ટ્રામી ઉત્તર-પશ્ચિમ ફિલિપાઇન્સથી દૂર ખસી ગયું છે. આ વર્ષે દક્ષિણપૂર્વ એશિયાઈ દ્વીપસમૂહમાં ટાયફૂન ટ્રામી સૌથી ભયંકર અને સૌથી વિનાશક વાવાઝોડું બની ગયું છે. સૌથી મોટો પડકાર એ છે કે ઘણા વિસ્તારો હજુ પણ પૂરથી ઘેરાયેલા છે અને ત્યાં સુધી મોટી ટ્રકો પણ પહોંચી શકતી નથી. તોફાન હજુ ઉત્તરીય ટાપુ લુઝોન સુધી પહોંચ્યું નથી, પરંતુ ત્યાં રહેતા લાખો લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે શાળાઓ, કોલેજાે અને યુનિવર્સિટીઓને બંધ કરી દેવામાં આવી છે.

સરકારી કચેરીઓ પણ બંધ કરી દેવામાં આવી છે.. લોકોને ઘરેથી કામ આપવામાં આવ્યું છે. દર વર્ષે ફિલિપાઈન્સમાં લગભગ ૨૦ વાવાઝોડા આવે છે. કારણ કે દેશ પેસિફિક મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્રની વચ્ચે આવેલો છે. ૨૦૧૩માં ટાયફૂન હૈયાને લગભગ ૭૦૦૦ લોકોના જીવ લીધા હતા. સપ્ટેમ્બર ૨૦૨૪માં યાગી વાવાઝોડાએ ૧૧ લોકોના ભોગ લીધા હતા. પૂર નિયંત્રણ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, માર્કોસ પ્રેસિડેન્ટે એક ઈમરજન્સી મીટિંગ બોલાવી અને નિર્દેશ આપ્યો કે ક્લાઈમેટ ચેન્જના કારણે આવા જાેખમો ઉદભવે છે અને આ ખતરાઓનો સામનો કરવા માટે પૂર નિયંત્રણ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર છે. ટાયફૂન ટ્રામી આ વર્ષે ફિલિપાઈન્સમાં ત્રાટકનાર ૧૧મું વાવાઝોડું છે.. દક્ષિણ ચીન સાગરમાં ઉચ્ચ દબાણવાળા પવનોને કારણે આ તોફાન આવતા અઠવાડિયે યુ-ટર્ન લઈ શકે છે અને વિયેતનામમાં પણ તબાહી મચાવી શકે છે.

Related Posts