કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં ખેડૂતોની જમીન વકફ મિલકત તરીકે ઓળખવામાં આવી
કર્ણાટકમાં વકફ જમીન અંગે ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશેસરકારનો ખેડૂતોની જમીનને વકફ મિલકતમાં ફેરવવાનો કોઈ ઈરાદો નથી ઃ મંત્રી એચ.કે. પાટીલકર્ણાટકમાં વકફ જમીન અંગે ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે. કર્ણાટકના કાયદા મંત્રીએ સોમવારે કહ્યું કે ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે અને ડેપ્યુટી કમિશનરને આ ભૂલની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારનો ખેડૂતોની જમીનને વકફ મિલકતમાં ફેરવવાનો કોઈ ઈરાદો નથી.
જાે કોઈ ભૂલ થઈ હશે તો તેને સુધારી લેવામાં આવશે. કર્ણાટકના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘જે ભૂલ થઈ છે તેને ધ્યાનમાં રાખીને જારી કરાયેલી નોટિસ પાછી ખેંચી લેવામાં આવશે. ભૂલ કેમ થઈ તેની તપાસ થવી જાેઈએ અને ત્યારપછી કાર્યવાહી અંગે ર્નિણય લેવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું કે રાજપત્રિત નોટિફિકેશનમાં ‘ભૂલ’ના કારણે આવું થયું છે. કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં ખેડૂતોની જમીનને વકફ મિલકત તરીકે ચિહ્નિત કરવાના આરોપો પ્રકાશમાં આવ્યા બાદ હોબાળો થયો હતો.
આના પર વિપક્ષે કર્ણાટક સરકાર પર ખેડૂતોની જમીન હડપ કરવાના આરોપો લગાવ્યા. તે જ સમયે, હવે કર્ણાટકના કાયદા પ્રધાન એચકે પાટીલ અને જિલ્લાના ડીએમ આ મામલાની તપાસ કરશે. તેમણે કહ્યું કે જારી કરાયેલી નોટિસ પાછી ખેંચવા માટે કાર્યવાહી શરૂ કરવામાં થોડા દિવસો લાગશે.તેમણે કહ્યું, ‘આ મામલો સંવેદનશીલ છે, હું ટૂંકમાં કહી શકું છું કે આરોપ છે કે ખેડૂતોની જમીનને વકફ પ્રોપર્ટીમાં ફેરવવામાં આવી રહી છે, સરકારનો એવો કોઈ ઈરાદો નથી. જાે કોઈએ આવી ભૂલ કરી હોય તો તેને સુધારી લેવામાં આવશે અને જવાબદારોને સજા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કર્ણાટકના મંત્રી એમબી પાટીલે જણાવ્યું હતું કે વિજયપુરામાં વકફની જમીનને લઈને નિહિત સ્વાર્થ ભ્રમણા પેદા કરી રહ્યા છે. એમ.બી. પાટીલે જણાવ્યું હતું કે રેવન્યુ અને વકફ બોર્ડના અધિકારીઓની બેઠક યોજવામાં આવી છે. વકફ પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
દરમિયાન, બેંગલુરુ દક્ષિણના બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા શુક્રવારે વિજયપુરાના ખેડૂતોને મળ્યા હતા. કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા સૂર્યાએ કહ્યું કે ખેડૂતોની મિલકતોને વકફ મિલકત તરીકે ચિહ્નિત કરવામાં આવી છે. ઉદ્યોગ પ્રધાન અને વિજયપુરા જિલ્લાના પ્રભારી એમ.બી. પાટીલે તિકોટા તાલુકાના હોનવાડામાં ૧,૨૦૦ એકર જમીનને વકફ મિલકત તરીકે ચિહ્નિત કરવા અંગેની ‘ગૂંચવણ’ દૂર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે ગેઝેટેડ નોટિફિકેશનમાં ‘ભૂલ’ના કારણે આવું થયું છે. તેમણે કહ્યું કે ૧,૨૦૦ એકરમાંથી માત્ર ૧૧ એકર જ વકફ મિલકત છે. તેમણે એમ પણ કહ્યું કે સમસ્યાઓના ઉકેલ માટે ડીએમની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
Recent Comments