ગુજરાત

અમદાવાદના મેઘાણીનગરમાં પડોશી યુવકે યુવતીને ર્નિવસ્ત્ર થઇ છેડતી કરતાં યુવતીએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મેઘાણીનગરમાં વીસીના ડ્રો બાબતે થયેલ તકરારને લઇને પડોશી યુવક યુવતીના ઘરે જઇને ર્નિવસ્ત્ર થઇને છેડતી કરી હતી. આ બનાવ અંગે યુવતી આરોપીના પિતાને કહેવા જતા તેણે પણ લાફા માર્યા હતા. જેથી મનમાં લાગી આવતા યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં વીસીના ડ્રોમાં નામ ખુલેલ ન હોવા છતા આરોપી રૃપિયાની માંગણી કરતા કરીને તકરાર કરતો હતો.

આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચમનપુરામાં ૨૨ વર્ષની યુવતીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં કહેતા પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે સાત મહિના અગાઉ પાડોશમાં રહેતી મહિલા વીસી ચલાવતી હતી પરંતુ તેની પાસે કામમાં વધુ હોવાથી યુવતીને વીસીનું કામ સોપ્યું હતું જેથી યુવતીએ વીસીનું કામ શરુ કર્યુ હતું. ત્યારે માસિક ડ્રોમાં પડોશી યુવકનું નામ ખુલેલ ન હોવા છતા તેમનો પુત્ર યુવતી પાસે આવીને નવાર નવાર ડ્રોના રૃપિયા માંગતો હતો. બપોરે યુવતી પરિવારના સભ્યો સાથે ઘરે હતી તે સમયે આરોપી ઘરે આવીને ઝઘડો કરીને યુતીની છેડતી કરવા લાગ્યો હતો. જેથી યુવતીના પરિવારજનોએ તેને ધક્કો માર્યો હતા ત્યારબાદ આરોપી ર્નિવસ્ત્ર થઇને ચેનચાળા કરીને જતો રહ્યો હતો. જેથી યુવતી તેના ઘરે જઇને તેના પિતાને વાત કરતા પિતાએ પુત્રનું ઉપરાણું લઇને યુવતીને માર માર્યો હતો. જેથી મનમાં લાગી આવતા આરોપીના ઘર પાસે યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Related Posts