સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં દીપાવલી ના પાવન પર્વ એ મારૂતિ મહાયજ્ઞ યોજાયો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દાદા ના સાનિધ્ય માં સમસ્ત પૂજારી પરિવાર દ્વારા શ્રી મારુતિ મહાયજ્ઞ યોજાયો દીપાવલી ના પાવન પર્વ એ ધજારોહણ દિવસ દરમ્યાન સતત શ્રધ્ધાળુ ભાવિકો એ મેળવળ્યો દર્શન પૂજન અર્ચન સાથે મારૂતિ મહાયજ્ઞ ના દર્શન નો લ્હાવો પ્રકાશ ના પર્વ દીપાવલી એ દાદા ના સાનિધ્ય માં દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના સાથે ઉજવણી ભવિષ્ય ની કામના સાથે સમસ્ત પૂજારી પરિવાર દ્વારા મારૂતિ મહા યજ્ઞ નું ભવ્ય આયોજન કરાયું હતું વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ સાથે દિવસ ભર દર્શન પૂજન અર્ચન કરી યજ્ઞ નારાયણ ના દર્શન નો ધર્મલભ મેળવતા શ્રધ્ધાળુ ભાવિકો એ દીપાવલી ના પાવન પર્વ એ સતત દિવસ ભર શ્રધ્ધાળુ ઓની ચહલ પહલ જોવા મળી રહી દુરસદુર થી અવિતર આવ્યા દર્શનાર્થીઓને દાદા ના દર્શન સાથે મારૂતિ મહા યજ્ઞ ના દર્શન કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments