સુરતમાં જમાતમાં આવેલા બે યુવક કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડ્યા અનેપ સુરતમાં જમાત ખાતે આવેલા કાંકરાપાર જમણાકાંઠા નહેરમાં બે યુવકો નાહવા માટે ગયા હતા. જેમાં બન્ને ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જાેકે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. જ્યારે અન્ય યુવકનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું,ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સુરતમાં જમાતમાં આવેલા બે યુવક કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડ્યા અનેપ સુરતમાં જમાત ખાતે આવેલા કાંકરાપાર જમણાકાંઠા નહેરમાં બે યુવકો નાહવા માટે ગયા હતા. જેમાં બન્ને ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જાેકે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો.
જ્યારે અન્ય યુવકનું નહેરમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું,ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુરતનાં ઉન તાલુકા ખાતે રહેતા બે યુવક મહુવેજ ગામે જમાતમાં આવ્યા હતા. દરમિયાન, બંને યુવક મહુવેજ ગામેથી પસાર થતી કાકરાપાર જમનાકાંઠાની નહેરમાં નહાવા પડ્યા હતા. જાે કે, પાણી ઊંડું હોવાથી બંને યુવાનો ડૂબ્યા હતા. યુવકોને ડૂબતા જાેઈ સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સ્થાનિકોએ ડૂબી રહેલા બે પૈકી એક આદિબ નામનાં યુવકને બચાવી લીધો હતો. પરંતુ, અન્ય યુવકનો પાણીમાં ગરકાવ થયો હતો.નહેરનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકની ઓળખ ઉનગામનાં અલકમા શેખ તરીકે થઈ છે.


















Recent Comments