fbpx
ગુજરાત

આણંદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

વ્યાજખોરોનાં સતત ત્રાસ અને ધમકીથી કંટાળીને સબ્બીરે ચાર દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો આણંદ જિલ્લાનાં ઉમરેઠમાં વ્યાજખોરોનાં ત્રાસથી ૨૮ વર્ષીય યુવકે ૪ દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકના પરિવારજનોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અરજી નોંધી હતી. પરંતુ, ઘટનાને ચાર દિવસ થયા હોવા છતાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી ના કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પીડિત પરિવારે પોલીસને નિવેદનપત્ર પણ પાઠવ્યું છે. વ્યાજખોરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો પણ પરિવારે આરોપ કર્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકામાં રહેતા ૨૮ વર્ષીય સબ્બીર કારીગર કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જરૂર હોવાથી સબ્બીરે વ્યાજે રૂપિયા લીધા હતા. જાે કે, વ્યાજખોરોનાં સતત ત્રાસ અને ધમકીથી કંટાળીને સબ્બીરે ચાર દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. યુવકના મરણ બાદ તેના ફોનમાં વ્યાજખોરોનાં ત્રાસ અને ધમકીનાં રેકોર્ડિંગ મળી આવ્યા હતા. આ મામલે મૃતકના પરિવારે ઉમરેઠ પોલીસ સ્ટેશનને ફરિયાદ કરતા અરજી લેવામાં આવી હતી.પીડિત પરિવારનાં આરોપ મુજબ, ઘટનાને ૪ દિવસ થયા હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી. પરિવારજનોએ ઉમરેઠ પોલીસને નિવેદનપત્ર પણ આપ્યું છે. છતાં ઉમરેઠ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે હ્લૈંઇ નોંધવામાં આવી નથી. પરિવારે આક્ષેપ કર્યો કે વ્યાજખોરો દ્વારા તેમને દબાવવામાં આવી રહ્યા છે અને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts