૭ વર્ષની બાળકીનું કરાયું હતું અપહરણ સુરેન્દ્રનગરના સાયલામાં સાત વર્ષની બાળકીના અપહરણને પગલે ચકચાર મચી છે. . ગત તારીખ ૨૮ ઓકટોબરના રોજ ૦૭ વર્ષની સગીર બાળકી ફળિયામાં સૂતી હતી ત્યાંથી અપહરણ કરી શખ્શ નાશી છુટયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ન્ઝ્રમ્ સહિત ૮ થી વધુ ટીમોએ તપાસ હાથ ધરી હતી.તપાસ બાદ પોલીસે આરોપીને બાળકી સાથે ઝડપી લીધો હતો. પોલીસને બાળકી રાજકોટથી મળી આવી હતી. જ્યારે બાળકીનું અપહરણ કરનારા આરોપીને પોલીસે બગોદરાથી ઝડપી લીધો હતો. ૭ વર્ષની બાળકી સાયલા તાલુકાના સખપર ગામની રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે સાયલા, એલસીબી, એસઓજી, લીંબડી, ચોટિલા સહિત અલગ અલગ ૦૮ થી વધુ ટીમોએ તપાસ હાથ ધરીને સગીર બાળકી અને આરોપીને ઝડપી પાડયા હતા.તપાસમાં બાળકીનું અપહરણ કરનારા શખ્સનું નામ મહેશ જીવા પંચાલ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે આરોપીની પુછપરછ કરી રહી છે.
સુરેન્દ્રનગરના સાયલામાં બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો


















Recent Comments