અમરેલીના જુદા જુદા વિસ્તારોમાં જરૂરીયાતમંદ પરિવાર ના બાળકો ને મિઠાઈ નું વિતરણ
દિપાવલી પર્વ ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ ઉમંગથી ઉજવી શકે તે માટે શક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 250 થી વધારે મિઠાઈ બોક્સ નું વિતરણ કરાયું હતું નાના બાળકો ને ફરસાણ અને મીઠાઈ નું કરાયું હતું અમરેલી ની સેવાભાવી સંસ્થા શક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી ના તહેવારો નિમિત્તે છેવાડાના વિસ્તારોમાં ઝુંપડપટ્ટી માં વસવાટ કરતા ગરીબ પરિવારોને મિઠાઈ બોક્સ નું વિતરણ કરાયું હતું ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા જયભાઈ મસરાણી જનકભાઈ વિંછીયા ના હસ્તે નાના ભુલકાઓને મિઠાઈ નું વિતરણ કરાયું હતું શક્તિ ગ્રુપ પ્રમુખ ગૌતમભાઈ વાળા જયદેવભાઈ વાળા નજુભાઈ વાળા પરેશ પરમાર જીગ્નેશ દાફડા કુલદીપ ગણાત્રા હિતુરાજ પરમાર સાવન કિકાણી સહિત ગ્રુપ ના સભ્યો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું દિવાળી ના પાવન પર્વે પર ગરીબ બાળકોને ના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરાયો છે તેમ અમરેલી કાઠી ક્ષત્રિય સમાજ યુવા અગ્રણી અશોકભાઈ વાળા જણાવ્યું હતું
Recent Comments