ગુજરાત

કોડીનાર શહેરમાં દેશી દારુની હેરાફેરી કરતાં લોકોની ધરપકડ કરવામા આવી

કોડીનાર શહેર અને તાલુકાભરમાં દેશી વિદેશી દારૂનો તંત્રની મિલીભગતથી ખુલ્લેઆમ મુક્તપણે વેપાર થાય છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા દારૂના ધંધાર્થીઓને માત્ર પ્રોત્સાહન જ આપવાનું ચાલું રાખતા પોતાના સ્વજનો દારૂ ઢીંચીને રોજિંદા ઘર કંકાસ થી કંટાળી છેવટે નવા વર્ષની શરૂઆતમાં જ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદરની મહિલાઓ રણચંડી બનીને મૂળદ્વારકા બંદર ની એકસો જેટલી મહિલાઓએ પોતાના બંદરના વિસ્તારને અને બાળકોને પુરુષોને દેશી પોટલીની લતમાંથી છોડાવવા રણચંડી બનીને સંખ્યાબંધ દારૂના ધંધાર્થીઓને ત્યાંથી દેશી દારૂની પોટલીઓ ઝડપી લઈને પોલીસ તંત્રની આબરૂનું લીલામ કર્યું હતું. 

કોડીનારનું મૂળ દ્વારકા બંદર ઉપર માછીમારી પ્રજા રહે છે. આ બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના દૂષણથી અનેક પરિવારોના લોકો આ દારૂના દૂષણમાં પાયમાલ થઈ ગયા છે. દેશી દારૂને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ભેળવતા ઝેરી તત્વો ના કારણે અનેક નાની ઉંમરના બાળકો પણ આ દૂષણોનો ભોગ બન્યા છે અનેક પરિવારના મોભીઓ આ દારૂના લતને કારણે નાની ઉંમરમાં અવસાન પામવાના બનાવ બનતા આ વિસ્તારની ઘણી મહિલાઓ નાની ઉંમરમાં જ વિધવાઓ બની છે અને નાના બાળકો પણ આ દારૂની લતે ચડવાના કારણે આ વિસ્તારની મહિલાઓ દારૂના ધંધાર્થીઓને કારણે તંગ આવી ગઈ છે અને પોલીસ તંત્ર ની સતત નિષ્ક્રિયતા થી કંટાળી છેવટે રણચંડી બની હતી

અને મૂળદ્વારકામાં અનેક જગ્યાએ દારૂની પોટલીઓ વેચનારા ઉપર ઘોંસ બોલાવી હતી. કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ દેશી દારૂની મીની ફેક્ટરીઓ ચાલે છે. દારૂના તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશીઓ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને તંત્ર ને નિયમિત પ્રસાદીના હપ્તા મળતા હોય. દારૂના ધંધાર્થીઓ સામે આંખ મીચામણા કરી તાબોટા પાડી રહ્યા છે. ત્યારે તંત્રને ખરેખર કંઈક શરમ જેવું હોય તો કોડીનાર તાલુકાની પ્રજાને નશામુક્ત કરવા માટે દારૂના ધંધાર્થીઓ પર કડક પગલાં ભરે તે ઇચ્છનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત બે દિવસે મહિલાઓએ કરેલી જનતા રેડ ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોડીનાર પંથકમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે હવે તો આ નિમ્ભર પોલીસ તંત્ર જાગે અને કોડીનાર પંથકમાંથી દારૂના દૂષણને સદંતર બંધ કરાવે તેવું  ભદ્ર સમાજ ઈચ્છી રહ્યો છે.

Follow Me:

Related Posts