એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બાદ ઓસ્ટ્રેલિયન ચેનલ પર પ્રતિબંધ લગાવ્યો
ભારત પ્રત્યેનું કેનેડાનું વલણ દિવસેને દિવસે બદલાતું જણાય છે. આજે કેનેડાએ ગભરાટમાં એક ઓસ્ટ્રેલિયન ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના પછી ટ્રૂડો સરકાર સતત સવાલોનો સામનો કરી રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમણે આજે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય વિદેશ મંત્રીએ કેનેડાનો મુદ્દો ઉઠાવ્યો હતો કે જે કોઈ પુરાવા વગર ભારત પર આરોપ લગાવે છે. આ પછી તરત જ કેનેડાએ ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો છે.
કેનેડાની આ કાર્યવાહી સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને મોટી વાત કહી છે. કેનેડામાં આજે ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બાદ કેનેડા સરકારે આ ર્નિણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, કેનેડામાં દર્શકો માટે એક મહત્વપૂર્ણ ડાયસ્પોરા આઉટલેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પેની વોંગ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સના થોડા કલાકો બાદ આ બન્યું. આવી કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતી કરે છે.
પ્રથમ, કેનેડાએ કોઈ ચોક્કસ પુરાવા વિના આક્ષેપો કર્યા અને બીજું, તેણે કેનેડામાં થઈ રહેલા ભારતીય રાજદ્વારીઓના સર્વેલન્સ પર પ્રકાશ પાડ્યો, જેને તેણે અસ્વીકાર્ય ગણાવ્યો. ત્રીજી બાબત તેમણે હાઈલાઈટ કરી તે હતી કેનેડામાં ભારત વિરોધી તત્વોને આપવામાં આવેલી રાજકીય જગ્યા. તેથી તમે આના પરથી તમારા પોતાના તારણો કાઢી શકો છો કે ઓસ્ટ્રેલિયા ટુડે ચેનલને કેનેડા દ્વારા કેમ બ્લોક કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને દેખરેખ હેઠળ રાખવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. રણધીર જયસ્વાલ કહ્યું કે, અમે અમારા રાજદ્વારીઓને જ્યાં કોન્સ્યુલર કેમ્પ રાખવાનો હતો ત્યાં સુરક્ષા આપવા કહ્યું હતું. કેનેડિયન પક્ષ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી આપણે ભારતીય રાજદ્વારીઓ પર હુમલા, ધમકીઓ અને હેરાનગતિ થતા જાેયા છે. ભારતીય રાજદ્વારીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અમે તેના વિશે વાત કરી છે અને આ બાબતને કેનેડિયન પક્ષ સાથે ખૂબ જ ભારપૂર્વક મુદ્દો ઉઠાવ્યો છે.
Recent Comments