fbpx
રાષ્ટ્રીય

પુણેનો વધુ એક નેતા બિશ્નોઈ ગેંગના નિશાના પર, સિદ્દીકી હત્યા કેસમાં નવો ખુલાસો

દ્ગઝ્રઁ (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં ૧૨ ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. આ પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારી પાસેથી માહિતી મળી છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ પુણેનો એક મોટો નેતા પણ બિશ્નોઈ ગેંગના રડાર પર હતો. બિશ્નોઈ ગેંગ પણ પૂણેના નેતાની હત્યા કરવાના પ્લાનિંગમાં વ્યસ્ત હતી

અને આ ઘટનાને અંજામ આપવાની જવાબદારી પ્લાન બીમાં સામેલ શૂટરોને આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી જે પિસ્તોલ રીકવર કરી છે તેનો ઉપયોગ કરીને આ ગુનાને અંજામ આપવાનો હતો, પરંતુ બાબા સિદ્દીકીની હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે, આ તપાસમાં પુણેના પ્લાનનો પણ પર્દાફાશ થયો છે. જાેકે, મામલો સંવેદનશીલ હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ પૂણેના નેતાનું નામ જાહેર કરી રહી નથી. બિશ્નોઈ ગેંગના આ પ્લાનનો પર્દાફાશ કર્યા પછી, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ મામલામાં ઈનપુટ અને માહિતી પુણે પોલીસ સાથે શેર કરી છે, જેના પછી પુણે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ કેસના આરોપીઓએ રેકી કરી હતી કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

મહારાષ્ટ્રના નેતા બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરની મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી જ્યારે તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસથી ઘરે જવા નીકળ્યા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી અને પુત્ર ઝીશાન એકસાથે ઘરે જવાના હતા, પરંતુ ફોન આવવાના કારણે જીશાન સિદ્દીકી ઓફિસમાં જ રોકાયા અને બાબા સિદ્દીકી ઘરે જવા રવાના થઈ ગયા. તે ઘર તરફ જવા નીકળ્યો કે તરત જ તેને આરોપીઓએ ગોળી મારી દીધી. ગોળી વાગતા જ બાબા સિદ્દીકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે, જેના સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ એક પોસ્ટ પણ વાયરલ થઈ હતી જેને બિશ્નોઈ ગેંગ સાથે જાેડવામાં આવી રહી હતી. વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ફેસબુક પર શુભુ લોંકર નામના વ્યક્તિની પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જે કોઈ પણ સલમાન ખાન અને દાઉદ ગેંગને મદદ કરે છે, તેણે પોતાના એકાઉન્ટ્‌સ જાળવી રાખવા જાેઈએ. આ પોસ્ટમાં, હેશટેગ્સ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ, અનમોલ બિશ્નોઈ, અંકિત ભાદુ શેરેવાલા લખેલા છે.

Follow Me:

Related Posts