અકૃષિ અને ગ્રામ્ય વિકાસ રાજય કો.ઓપ. સોસાયટી લી. દ્વારા ટેક ના ભાવે ખરીદીનો પ્રારંભ પુર્વ કેન્દ્રીયમંત્રી અને સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયા, પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન
અશ્વિનભાઈ સાવલીયા, ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા સહિતની ઉપસ્થિતી. જીલ્લાના ખેડુતોને ખેતજણસના પર્યાપ્ત ભાવો મળી રહે અને તે માટે કેન્દ્ર–ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ આજ રોજ નવા માર્કેટયાર્ડ–અમરેલી ખાતે કરવામાં આવેલ હતો. જેમાં મગફળી, અડદ, મગ, સોયાબિન સહિતની વસ્તુ ખરીદવામાં આવેલ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કૃષિને બળવાન બનાવવા અને ખેડુતોને આર્થિક સમૃધ્ધ બનાવવા અનેકવિધ પ્રયત્નો અને યોજનાઓ અમલી બનાવી ચૂકેલ છે.
દેશના વિકાસમાં ખેતી એક પ્રબળ પાસુ છે ‘સમૃધ્ધ ખેતી સમૃધ્ધ દેશ’ માટે વિવિધ પ્રકારની ખેત ઉત્પાદનને પોક્ષણસમ ભાવો મળી રહે તે માટેના પીએસએસ યોજના અંતર્ગત અમરેલી મુકામે શ્રી કૃષિ અને ગ્રામ્ય વિકાસ રાજય કો.ઓપ. સોસાયટી લી. દ્વારા સંસ્થાના ચેરમેન મનીષ સંઘાણીના આયોજન તળે આજરોજ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડુતોએ પોતાની ખેતજણસનો પોક્ષણસમ ભાવ પ્રાપ્ત કરેલ. આ તકે ઉપસ્થિત ખેડુતોને જળ, જમીન અને વાયુને સ્વચ્છ રાખવા પ્રાકૃતિક ખેતીની હિમાયત કરવામાં આવેલ હતી. ઓછામાં ઓછો રાસાયણીક ખાતરનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન પ્રાકૃતિક ધોરણે મેળવવા હાંકલ કરવામાં આવેલ હતી. ટેકાના ભાવે ખરીદ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી–સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયા, પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, સહકારી અગ્રણી દલસુખભાઈ દુધાત, તાલુકા સંઘના અધ્યક્ષ જયેશભાઈ નાકરાણી, ધીરૂભાઈ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ સંસ્થાની અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments