ખોખરામાં પોલીસમાં કરેલી અરજી લેવાનું કહી યુવકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો
ખોખરામાં રહેતી યુવતીને ત્રણ મહિલાના પહેલા પડોશી યુવક સાથે તકરાર થઇ હતી. જેથી યુવતીએ પડોશી યુવક સામે ખોખરા પોલીસ સ્ટશનમાં અરજી કરી હતી. જેની અદાવત રાખીને ગઇકાલે મધરાતે આરોપી અને તેના પિતા સહિત ત્રણ લોકોએ યુવક નોકરીથી ઘરે આવ્યો ત્યારે ઉભો રાખ્યો અને તારી બહેને કરેલી અરજી પાછી ખેંચી લે નહીં તો સારું નહીં થાય તેમ કહીને દંડાથી ઢોર માર મારીને ચાકુના ઘા માર્યા હતા.
આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખોખરામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે ત્રણ મહિના પહેલા ફરિયાદી યુવકની બહેન સાથે આરોપીએ તકરાર કરી હતી. જેથી તેના વિરુધ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં યુવતીએ અરજી કરી હતી. જેની અદાવત રાખીને આરોપી ફરિયાદી યુવક સાથે અવાર નવાર તકરાર કરતો હતો બીજીતરફ ગઇકાલે રાતે બે વાગે યુવક નોકરીથી ઘરે આવ્યો હતો. ત્યારે ફ્લેટની નીચે આરોપી તેના મિત્ર સાથે બેઠો હતો અને યુવકને જાેતાની સાથે જ તેની ઉપર ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગ્યો કે તારી બહેને મારા સામે કરેલી અરજી પાછી ખેંચી લે નહીં તો જાેવા જેવી થશે કહીને બંને શખ્સોએ ચાકુ અને લાકડાના ડંડો વડે હુમલો કરીને ફરિયાદી યુવકને બન્ને પગે ઘૂંટણના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા અને માથામાં લાકડાના દંડો મારી લોહી લુહાણ કર્યો હતો અને આરોપીના પિતાએ યુવકને ધમકી આપી હતી કે જાે તું પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશુ બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતાં ત્રણેય આરોપી ફરાર થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
Recent Comments