fbpx
ગુજરાત

આણંદના વહેરાખાડી નજીક વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પંચર પડેલા કન્ટેનરને પાસે ટ્રક ઘૂસી જતા કન્ટેનર ચાલકનું મોત થયું

આણંદના વહેરાખાડી નજીક વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પંચર પડેલા કન્ટેનરને રોડ સાઈડમાં ઉભું રાખી ચાલક પંચર કરી રહ્યો હતો. ત્યારે કન્ટેનર પાછળ ટ્રક ઘૂસી જતાં કન્ટેનર ચાલકનું ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ઉત્તરપ્રદેશના અમેઠીમાં રહેતા અને ગાજીયાબાદમાં આવેલી દિલસાદ ગાર્ડન ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ૨૨ વર્ષીય ઈસરાઈલભાઈ વશીરાજા બદલું ગુંજર અને તેનો પિતરાઈ મહંમદસેફ જહીર આલમ ગુંજર ગત તા. ૩જીએ હરીશપુરા મંગતરાથી કન્ટેનરમાં લોખંડની એંગલો ભરી તા. ૫ નવેમ્બરે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેરાખાડી બ્રિજ નં.-૨૫ નજીકથી પસાર થતાં હતાં. તે વખતે કન્ટેનરના ટાયરને પંચર પડતા રોડની સાઈડમાં ઉભું રાખી ઈસરાઈલભાઈ અને પિતરાઈ મહંમદસેફ ટાયરનું પંચર બનાવી રહ્યાં હતા. તે વખતે પાછળથી પુરપાટ ઝડપે ટ્રક કન્ટેરનરની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઈસરાઈલભાઈને ગંભીર ઈજા થતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો.  જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ જીબરાઈલ વશીરાજા બદલું ગુંજરની ફરિયાદને આધારે ખંભોળજ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts