જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં રહેતા ખેડૂત રસિકભાઈ વેકરીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની જેકનભાઈ સોનાભાઈ સંગોડ નામના ૨૨ વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાની વાડીમાં પંખા ના હુંક માં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો,
જેથી તેને નીચે ઉતારીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંતુભાઈ સોનાભાઈ સંગોડે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એએસઆઈ જીઆઈ જેઠવા સરકારી હોસ્પિટલે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છેલ્લા ત્રણ વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હતા, તેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનુ જાહેર કરાયું છે.


















Recent Comments