fbpx
ગુજરાત

નારણપુરામાં જુગારનો અડ્ડો ચલાવતા ૧૮ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી

શહેરના નારણપુરામાં આવેલી સંગીતા સોસાયટીમાં મકાન ભાડે રાખીેને સરસપુરના એક લિસ્ટેડ બુટલેગરે શરૂ કરેલા જુગારના અડ્ડા પર ક્રાઇમબ્રાંચના સ્ટાફે દરોડો પાડીને ૧૮ લોકોની ધરપકડ કરીને ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. આ કેસના મુખ્ય આરોપી વિરૂદ્ધ અત્યાર સુધીમાં જુગારના અનેક કેસ નોંધાઇ ચુક્યા છે. ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે મુળ સરસપુર કડીયાવાડમાં રહેતો

અલ્પેશ પટેલ નારણપુરા અંકુર રોડ પર આવેલી સંગીતા સોસાયટીમાં આવેલા એક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને કમિશન પર મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે દરોડો પાડયો ત્યારે સ્થળ પરથી અલ્પેશ પટેલ અને અન્ય ૧૭ જુગારીઓ મળી આવ્યા હતા. જે અલગ અલગ રૂમમાં જુગાર રમતા હતા. પોલીસે કુલ ૧.૩૫ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અલ્પેશના જુગારના અડ્ડા અમદાવાદના વિવિધ વિસ્તારોમાથી મોટાપ્રમાણમાં જુગારીઓ આવતા હતા. અલ્પેશ પટેલ લિસ્ટેડ બુટલેગર હોવાની સાથે અગાઉ તેના ઉપર ૨૫ જેટલા જુગારના કેસ નોંધાઇ ચુક્યા છે. સાથેસાથે બોપલમાં હત્યા કેસમાં તેમજ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીને અનેક ગુના પણ સડોવાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે.અન્ય બનાવમાં ક્રાઇમબ્રાંચના સ્ટાફે શાહઆલમ ચંડોળા તળાવ પાસે જુગારના અડ્ડા પર દરોડો પાડીને જુગારીઓને ઝડપી લીધા હતા.

Follow Me:

Related Posts