અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે કાર્યરત વૈવાહિક તકરાર નિવારણ પ્રિલીટીગેશન લોક અદાલત ખાતે બેન્ચ મેમ્બરશ્રીઓના કુનેહપૂર્વકના પ્રયત્નોથી કોર્ટ કેસ થતાં પહેલાં જ એક સાથે પાંચ દંપતિઓ વચ્ચેની તકરારમાં સુખદ સમાધાન થયું છે. આ દંપતિઓએ તેમના દાંપત્યજીવનની નાવ નવેસરથી આગળ ધપાવવા નિર્ણય કર્યો છે.વૈવાહિક તકરાર નિવારણ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાંથી પતિ-પત્નિના ઝઘડામાં સમાધાન કરાવવા અર્થે અરજીઓ આવે છે. તા.૧૬.૧૧.૨૦૨૪ના રોજ લોક અદાલતમા ૧૦૦ થી વધુ કેસો સમાધાનની પ્રક્રિયામાં રાખવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.વૈવાહિક સમાધાનની શૃંખલામાં સિનિયર સિટીઝન દંપતી સહિત પાંચ દંપતિઓ વચ્ચે તકરાર હતી. બેન્ચ મેમ્બરશ્રીઓએ આ દંપતિઓને સમજાવ્યા અને સફળતા મળી હતી. દંપતિઓ વચ્ચે સુખદ સમાધાન થતાં આ દંપતિઓના બાળકોએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
લોક અદાલત ખાતે મેમ્બર્સ તરીકે સેવા આપતા પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ શ્રી એમ.જે.સૈયદ, તાલીમ પામેલ મીડિયેટર શ્રી એચ.એચ.સેજુએ આ દંપતિઓને સાંભળ્યા હતા. દંપતી વચ્ચે સુમેળ સધાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, આ કાર્યને સફળતા મળી હતી.ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીસ શ્રી સુનિતા અગ્રવાલ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકે વૈવાહિક તકરાર નિવારણ અર્થે કાયમી પ્રિલીટીગેશન લોક અદાલત શરુ કરાવ્યોઅમરેલી ખાતે કાર્યરત લોક અદાલતના સઘન પ્રયત્નોથી પાંચ દંપતિઓએ ફરીથી તેમનું સહજીવન શરુ કર્યું હતુ તેમ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments