fbpx
ગુજરાત

વડોદરામાં સ્કૂટર સવાર મહિલાનું પર્સ લૂંટનાર ત્રણ સગીર મિત્રોએ પાંચ દિવસમાં ૧૭૦૦૦ની ચોરી કરી

અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે સ્કૂટર પર જતી મહિલાના પર્સની લૂંટ કરનાર સગીર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. બિલ કેનાલ રોડ પર નિસર્ગ પલાડીયમ ખાતે રહેતા અને અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટનું કામ કરતા ગૌરીબેન મેવાડા ગઇ તા.૯મીએ રાતે તેમની પુત્રી સાથે સ્કૂટર પર ઘરતરફ જઇ રહ્યા હતા ત્યારે અટલાદરા-પાદરા વચ્ચે રાતે સાડાદસેક વાગે બાઇક પર આવેલા ત્રણ ગઠિયા તેમનું પર્સ લૂંટી ગયા હતા.પર્સમાં મેડિકલ સ્ટોરના રૃ.૬૨ હજાર,એટીએમ સહિતની ચીજાે હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાએ આ બનાવમાં ટીમો મારફતે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવી સગીર વયના ત્રણ મિત્રોને ઝડપી પાડયા છે.પોલીસે તેમના વાલીઓની હાજરીમાં જ પૂછપરછ કરતાં તેમણે પર્સ લૂંટયાની કબૂલાત કરી હતી લબરમૂછિયાઓએ એક પાંચ દિવસમાં જ રૃ.૧૫ થી ૧૭ હજારની કેશ ઉડાવી દીધી હોવાની વિગતો બહાર આવી છે.તેમની પાસેથી રૃ.૧૩ હજાર,બાઇક અને મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે.બાકીની રકમ વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે.

Follow Me:

Related Posts